ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020, day 3: મનુ અને યશસ્વિની ક્વોલીફિકેસન રાઉન્ડથી બહાર થઇ - શૂટિંગ ન્યૂજ

ભારતીય મહિલા શૂટર મનુ ભાકર અને યશસ્વિની મહિલા 10 મીટર એર પિસ્તોલના ક્વોલીફિકેસન રાઉન્ડમાંથી બહાર થઇ ગઈ છે.

By

Published : Jul 25, 2021, 7:37 AM IST

  • ત્રીજા દિવસની શરૂઆત મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ક્વોલીફિકેસન સ્પર્ધાથી
  • ભારતનું પ્રતિનિધિત્વ મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ દ્વારા કરાયું
  • મનુએ કુલ 575 પોઇન્ટ બનાવ્યા જ્યારે યશવિનીએ 574 પોઇન્ટ બનાવ્યા

ટોક્યો(જાપાન) : ટોક્યો ઓલંમ્પિક્સના ત્રીજા દિવસની શરૂઆત મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ક્વોલીફિકેસન સ્પર્ધાથી થઈ હતી. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

ક્વોલીફિકેસન

મનુ ત્રીજી સિરીઝ સુધી ટોપ 10નો ભાગ હતી

બન્ને ખેલાડીઓએ ર પોતાનો ક્રમને 20ની અંદ જાળવી રાખ્યો હતો. જેમાં મનુ ત્રીજી સિરીઝ સુધી ટોપ 10નો ભાગ હતી. પરંતુ ત્યારબાદ તે ટોપ 8નો ભાગ બનવામાં નિષ્ફળ ગઇ અને તે પાછળ પડી ગઈ હતી. જે પછી મનુ ફરી એકવાર 5મી સિરીઝ સુધી ટોપ 10નો ભાગ બની હતી. પરંતુ તે તેને આગળ ચાલુ રાખી શકી નહિ અને હાર્યા પછી બાહર થઈ ગઇ હતી.

ક્વોલીફિકેસન

મનુએ અંતે 12મો રેન્ક મેળવ્યો જેમાં તેની સ્કોરલાઇન હતી,

98 95 94 95 98 95

જ્યારે યશસ્વિનીએ 13મો રેન્ક મેળવ્યો જેમાં તેની સ્કોરલાઇન હતી,

94 98 94 97 96 95

ચીનની જિયાંગ 587 પોઇન્ટ સાથે ટોચ પર

મનુએ કુલ 575 પોઇન્ટ બનાવ્યા જ્યારે યશવિનીએ 574 પોઇન્ટ બનાવ્યા હતા. શૂટિંગમાં ક્વોલીફિકેસન રાઉન્ડમાં, ફક્ત 8 શૂટરને જ બીજા રાઉન્ડમાં ક્વોલિફાય કરવાની તક મળે છે. જેના કારણે આ બન્ને ખેલાડીઓ તે ચૂકી ગઇ હતી. આ રાઉન્ડમાં ચીનની જિયાંગ 587 પોઇન્ટ સાથે ટોચ પર હતી.

ABOUT THE AUTHOR

...view details