ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 2: અપૂર્વી અને ઈલાવેનિલ 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડમાંથી બહાર - अपूर्वी चंदेला

જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો આજે બીજો દિવસ છે. ત્યારે આજે 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડ રમવામાં આવ્યો હતો, પરંતુ આમાં ભારત તરફથી સ્પર્ધા કરવા આવેલી વિશ્વ રેકોર્ડ હોલ્ડર અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) અને ઈલાવેનિલ વલારિવન (Elavanil Valarivan) મેડલ રાઉન્ડમાં ન પહોંચી શકી.

Tokyo Olympics 2020, Day 2: અપૂર્વી અને ઈલાવેનિલ 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડમાંથી બહાર
Tokyo Olympics 2020, Day 2: અપૂર્વી અને ઈલાવેનિલ 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડમાંથી બહાર

By

Published : Jul 24, 2021, 10:36 AM IST

  • ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)નો આજે બીજો દિવસ શરૂ થયો
  • બીજા દિવસની શરૂઆત ખેલાડીઓ માટે સારી નથી રહી
  • ઓલિમ્પિકમાં આજે 10 મીટર એર રાઈફલ (10m air rifle)ના મેડલ રાઉન્ડ રમાયો

જાપાનઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના બીજા દિવસે ભારતીય શૂટર્સે (Indian shooters) ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી હતી. જોકે, આ શરૂઆત ભારતીય ખેલાડીઓ માટે સારી નહતી રહી. ટોક્યો ઓલિમ્પિકમાં આજે મહિલા 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડ રમાયો હતો, પરંતુ આમાં ભારત તરફથી સ્પર્ધા કરનારી વિશ્વ રેકોર્ડ હોલ્ડર અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) અને ઈલાવેનિલ વલારિવન (Elavanil Valarivan) મેડલ રાઉન્ડમાં ન પહોંચી શકી.

ઓલિમ્પિકમાં આજે 10 મીટર એર રાઈફલ (10m air rifle)ના મેડલ રાઉન્ડ રમાયો

આ પણ વાંચોઃTokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી

ઈલાવેનિલ વલારિવાને 16મો ક્રમાંક મેળવ્યો

આપને જણાવી દઈએ કે, ઈલાવેનિલ વલારિવાને (Elavanil Valarivan) 16મા અને અપૂર્વી ચંદેલા (Apurvi Chandela) અને 36મો ક્રમાંક મેળવ્યો છે. મેડલ રાઉન્ડમાં ક્વાલિફાઈ કરવા માટે 8મા સ્થાન સુધી શૂટર્સને મંજૂરી હતી. તો બંને ભારતીય શૂટર અહીં સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચોઃOlympic: પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ

ભારત વધુ મેડલ જીતે તેવી આશા

આ ઈવેન્ટમાં નોર્વેના ખેલાડીએ પહેલા, કોરિયાની ખેલાડીએ બીજી તરફ યુએસની ખેલાડીએ ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો. આ વખતે ભારત વધુને વધુ મેડલ જીતે તેવી આશા છે.

ABOUT THE AUTHOR

...view details