ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympic 2020, Day 1: પ્રવીણ જાધવે 31મો ક્રમાંક મેળવ્યો, અતનુ દાસ 35મા ક્રમાંકે - અતનુ દાસ રેન્ક 31

જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)નો આજથી પ્રારંભ થઈ ગયો છે. પહેલા દિવસે તિરંદાજી (Archery)માં ભારત તરફથી મહિલા વર્ગ પછી પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દાસ (Atanu Das), પ્રવીણ જાધવ (Pravin Jadhav) અને તરૂણદીપે (Tarundeep) પોતપોતાના પ્રદર્શનમાં રેન્ક મેળવ્યા છે.

Tokyo Olympic 2020, Day 1: પ્રવીણ જાધવે 31મો ક્રમાંક મેળવ્યો, અતનુ દાસ 35મા ક્રમાંકે
Tokyo Olympic 2020, Day 1: પ્રવીણ જાધવે 31મો ક્રમાંક મેળવ્યો, અતનુ દાસ 35મા ક્રમાંકે

By

Published : Jul 23, 2021, 3:04 PM IST

  • જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)નો આજથી થયો શુભારંભ
  • ભારત તરફથી મહિલા વર્ગ પછી પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં રેન્ક મેળવ્યો
  • સારા રેન્ક પ્રવીણ જાધવની રહી છે, પ્રવીણે 656 પોઈન્ટની સાથે 31મુ સ્થાન મેળવ્યું છે

આ પણ વાંચો-Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી

ટોક્યોઃ ભારતે ટોક્યો ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ પહેલા દિવસે તિરંદાજી (Archery)માં ભારત તરફથી મહિલા વર્ગ પછી પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં અતનુ દાસ (Atanu Das), પ્રવીણ જાધવ (Pravin Jadhav) અને તરૂણદીપે (Tarundeep) પોતપોતાના પ્રદર્શનમાં રેન્ક મેળવ્યો છે.

આ પણ વાંચો-જાણો, Tokyo Olympics 2020માં ભારતીય ખેલાડીઓનું શિડ્યુલ, મેચ ટાઈમિંગ અને ડ્રો

ત્રીજા તિરંદાજ તરૂણદીપે 652 પોઈન્ટ મેળવીને 37મુ સ્થાન મેળવ્યું

આમાંથી સૌથી સારી રેન્કિંગ પ્રવીણ જાધવની રહી છે. તેમણે 656 પોઈન્ટ્સની સાથે 31મુ સ્થાન મેળવ્યું છે. તો બીજી તરફ અતનુ દાસે 653 પોઈન્ટ મેળવીને 35મુ સ્થાન મેળવ્યું છે. જ્યારે ત્રીજા તિરંદાજ તરૂણદીપે 652 પોઈન્ટ મેળવીને 37મુ સ્થાન મેળવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details