ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympic gold medalist:આજે 'ભલા ઉસ્તાદ'નો જન્મદિવસ છે, જાણો તેમના જીવન સાથે જોડાયેલી ખાટી-મીઠી યાદો - Tokyo Olympic gold medalist

ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને (Tokyo Olympic gold medalist)ઈતિહાસ રચનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા આજે એટલે કે 24 ડિસેમ્બરે 24 વર્ષનો (Neeraj Chopra's birthday )થઈ ગયો છે. ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા બાદ આ તેનો પ્રથમ જન્મદિવસ છે.

Tokyo Olympic gold medalist:આજે 'ભલા ઉસ્તાદ'નો જન્મદિવસ છે, જાણો તેમના જીવન સાથે જોડાયેલી ખાટી-મીઠી યાદો
Tokyo Olympic gold medalist:આજે 'ભલા ઉસ્તાદ'નો જન્મદિવસ છે, જાણો તેમના જીવન સાથે જોડાયેલી ખાટી-મીઠી યાદો

By

Published : Dec 24, 2021, 6:22 PM IST

ચંદીગઢઃ ​​ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારગોલ્ડન (Tokyo Olympic gold medalist)બોય નીરજ ચોપરા આજે પોતાનો 24મો જન્મદિવસ ઉજવી (Neeraj Chopra's birthday )રહ્યો છે. નીરજ ચોપરાના જન્મદિવસ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ અને ઉર્જા પ્રધાન રણજીત ચૌટાલાએ ટ્વીટ કરીને નીરજ ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

નીરજ ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલે ટ્વીટ કરીને જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મુખ્યપ્રધાને ટ્વિટ કરીને લખ્યું, 'ખૂબ જ તેજસ્વી એથ્લેટ, ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા(Gold medal at the Tokyo Olympics ), 'ખેલ રત્ન' એનાયત, હરિયાણાના લાલ @Neeraj_chopra1 જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા ભાલા ફેંકના પ્રદર્શનથી તમે સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું છે, ચિરંજીવી, તમે હંમેશા ખુશ રહો, આ જ હું ઈચ્છું છું.

વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું

હરિયાણાના પાવર મિનિસ્ટર રણજીત ચૌટાલાએ પણ ટ્વીટ કરીને નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. રણજીત ચૌટાલાએ ટ્વીટમાં લખ્યું, 'ખૂબ જ તેજસ્વી એથ્લેટ, ટોક્યો ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલ વિજેતા, 'ખેલ રત્ન'થી સન્માનિત, હરિયાણાના લાલ નીરજ ચોપરા જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા ભાલા ફેંકના પ્રદર્શનથી તમે સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધાર્યું છે, ચિરંજીવી, તમે હંમેશા ખુશ રહો, આ જ હું ઈચ્છું છું.

ભાલા ફેંક સ્પર્ધામાં 87.58 મીટરના થ્રો

નીરજ ચોપરાએ આ વર્ષે ટોક્યો ઓલિમ્પિકની ભાલા ફેંક સ્પર્ધામાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ (87.58 m throw in the javelin throw event at the Tokyo Olympics )જીત્યો હતો. નીરજનો જન્મ 24 ડિસેમ્બર 1997ના રોજ હરિયાણાના પાણીપતના એક નાનકડા ગામ ખંડારમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા સતીશ કુમાર ખેડૂત છે અને માતા સરોજ દેવી ગૃહિણી છે. ઓલિમ્પિક ઇતિહાસમાં 121નો દુષ્કાળ ખતમ કરનાર નીરજ ચોપરાને તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતને સુવર્ણ અપાવનાર નીરજ ચોપરા

ભાલા ફેંકની રમતમાં ભારતને સુવર્ણ અપાવનાર નીરજ ચોપરા પ્રથમ ખેલાડી છે. આ પહેલા પણ તેના નામે ઘણા રેકોર્ડ છે. તેણે એશિયન ગેમ્સમાં પણ ભારત માટે ગોલ્ડ જીત્યો છે. બાળપણમાં તેનું વજન ઘણું હતું. કાકાના કહેવા પર નીરજ ચોપરાએ વજન ઘટાડવા સ્ટેડિયમ જવાનું શરૂ કર્યું. કેટલાક ખેલાડીઓને ત્યાં બરછી ફેંકતા જોઈને નીરજે પણ બરછી ફેંકવાનું શરૂ કર્યું. આ પછી નીરજ ચોપરાએ પાછું વળીને જોયું નથી.

મિશન ઓલિમ્પિક વિંગ અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ

નીરજ ચોપરા 15 મે 2016ના રોજ 4 રાજપૂતાના રાઈફલ્સમાં ડાયરેક્ટ એન્ટ્રી નાયબ સુબેદાર તરીકે નોંધાયા હતા. ભારતીય સેનામાં જોડાયા પછી, તેની મિશન ઓલિમ્પિક વિંગ અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાં તાલીમ માટે પસંદગી કરવામાં આવી. જે પછી ગોલ્ડન બોયની રમત સારી થઈ ગઈ. સુબેદાર નીરજ ચોપરાને વર્ષ 2018માં અર્જુન પુરસ્કાર અને વર્ષ 2020માં VSMને રમતગમતમાં શ્રેષ્ઠતા માટે એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃIndian team tour of South Africa: ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોને સંભાળવામાં સક્ષમઃ ચેતેશ્વર પૂજારા

આ પણ વાંચોઃIndian cricket team: ભારતીય દિગ્ગજ સ્પિનરે ​​નિવૃત્તિ લીધી, ટ્વીટ કરીને માહિતી આપી

ABOUT THE AUTHOR

...view details