ટોક્યોઃ ટોક્યો રમતોના મુખ્ય કાર્યકારી તોશીરો મુટોએ શુક્રવારે કહ્યું કે, 16 મહિના બાદ ઑલિમ્પિકના આયોજનની કોઈ ગેરેન્ટી નથી. આવનારા વર્ષે થનારા ઑલિમ્પિક અંગે અત્યારે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે.
સ્પષ્ટ જવાબ દેવાની સ્થિતિમાં નથી
CEO તીશોરો મુટોએ પત્રાકાર પરિષદમાં કહ્યું કે, મને નથી લાગતું કે, કોઈ પણ જણાવી શકે કે આવનારા જુલાઈ સુધીમાં કોરોના પર કાબૂ મેળવવો સંભવ છે કે નહીં. અમે નિશ્ચિત રૂપે તમને સ્પષ્ટ જવાબ આપવા માટેની સ્થિતિમાં નથી.
શું 2021માં વૈકલ્પિક યોજનાઓ છે
કોરોના વાઇરસ વિરુદ્ધ લડાઈમાં ધીમી કાર્વાહીના કારણે આબેની ટીકા પણ કરવામાં આવી છે. વિપક્ષના નેતાઓએ કહ્યું કે, તેમણે વાઇરસની ગંભીરતાને ધ્યાનમાં રાખી નથી અને તે ચાલુ વર્ષે ઑલિમ્પિકનું આયોજન કરવા ઈચ્છુક હતા.
મુટોએ કહ્યું કે, અમે રમતને 1 વર્ષ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. જેનો મતલબ છે કે, અમે રમતની તૈયારી માટે કાંઈ કરી શકીએ, તો એ છે ખૂબ સારી મહેનત. અમને આશા છે કે, આવનારા વર્ષે માનવ જાતિ કોરોના વાઇરસના સંકટને દૂર કરવા માટેની વ્યવસ્થા કરશે. મુટોને પૂછવામાં આવ્યું કે, શું 2021માં વૈકલ્પિક યોજનાઓ છે. જેમાં તેમણે જણાવ્યું કે, વૈકલ્પિક યોજનાઓ અંગે વિચારવાના બદલે, આપણે તમામ પ્રયાસોમાં લાગી જવું જોઈએ.