- ટોક્યો ઓલિમ્પિકમાં આજે બીજો દિવસ ભારતીય તીરંદાજો (Indian archers) માટે સારો રહ્યો
- ભારતીય તીરંદાજોએ (Indian archers) પોતાના અનુભવને દર્શાવી મિશ્રિત ટીમ ઈવેન્ટ (Mixed team event)માં ક્વાર્ટર ફાઈનલ (Quarter finals)માં જગ્યા બનાવી
- ભારત તરફથી દિપીકા કુમારી (Deepika Kumari) અને પ્રવીણ જાધવ (Praveen Jadhav) આ સ્પર્ધા માટે મેદાને ઉતર્યા
જાપાનઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય તીરંદાજોએ (Indian archers) પોતાના અનુભવને દર્શાવી મિશ્રિત ટીમ ઈવેન્ટમાં (Mixed team event) ક્વાર્ટર ફાઈનલમાં (Quarter finals) જગ્યા બનાવી છે. ભારત તરફથી દિપીકા કુમારી (Deepika Kumari) અને પ્રવીણ જાધવ (Praveen Jadhav) આ સ્પર્ધા માટે મેદાને ઉતર્યા હતા. બીજી તરફ તેમનો સામનો ચીની તાઈપેના ખેલાડીઓ સાથે થયો હતો. રમતની શરૂઆતમાં ભારતીય ખેલાડી 1-3થી પાછળ રહ્યા હતા. ત્યારબાદ તેમણે 3-3થી બરાબરી કરી હતી. છેવટે બેકટૂબેક પરફેક્ટ 10 હાંસલ કરી લીધા હતા, જેનો જવાબ ચીની તાઈપેની ટીમ પાસે પણ નહતો. ભારતીય ટીમે ચીની તાઈવેને 5-3થી હરાવ્યું હતું.
આ પણ વાંચો-Tokyo Olympics 2020, Day 2: અપૂર્વી અને ઈલાવેનિલ 10 મીટર એર રાઈફલના મેડલ રાઉન્ડમાંથી બહાર
મારી છેલ્લી ઓલિમ્પિક હોય તે રીતે રમું છુંઃ દિપીકા કુમારી
આ રાઉન્ડમાં સૌથી પહેલા ભારતીય ટીમ પહોંચી છે અને તેનો સામનો કોઈ ટીમના આગામી રાઉન્ડમાં થશે તે નક્કી છે. જોકે, તેમની મેચ ભારતીય સમયાનુસાર, સવારે 11.04 વાગ્યે રમાશે.પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સમાં દિપીકા કુમારી (Deepika Kumari)એ જણાવ્યું હતું કે, અમને ખૂબ જ આત્મવિશ્વાસની જરૂર હતી. આ અમારા માટે પોતાની મહેનત અને તનતોડ મહેનતને દર્શાવવાની તક હતી. મેં હંમેશા એવું માનીને ચાલુ છું કે, આ મારી છેલ્લી ઓલિમ્પિક છે તો આ મારી એક માત્ર તક છે.
આ પણ વાંચો-Tokyo Olympics Day 2 Schedule: જાણો, શા માટે 24 જુલાઈ ભારતીય ખેલાડીઓ માટે મહત્વનો દિવસ?
દિપીકા પતિ અતનુ સાથે રમવા માગતી હતી
તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી તરફથી સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો અને આગામી મેચમાં અમે ઘણી મહેનત કરીશું. અમે અહીં મેડલ જીતવા માટે પ્રતિબદ્ધ છીએ. દિપીકા કુમારીએ (Deepika Kumari) વધુમાં ઉમેર્યું હતું કે, આ નિર્ણય મહત્વનો હતો. કારણ કે, ખરેખર મે તેની (અતનુ) સાથે રમવા માગતી હતી, પરંતુ આવું ન થયું. આમ પણ મારે સ્થિતિથી ઉપર પ્રદર્શન ચાલુ રાખવાનું છે. પતિ અતનુ અંગે દિપીકાએ કહ્યું હતું કે, હું થોડી દુઃખી છું કે, તેઓ મિશ્રિત ટીમમાં મારી સાથે નથી, પરંતુ અમે શૂટ કરવાનું છે. તમને જીતવાનું છે. આ માટે આગળ વધીએ. આ પહેલા દિપીકાએ ઓલિમ્પિકના પહેલા દિવસે મહિલા સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં 9મુ સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ તેના સાથી પ્રવીણ જાધવે પુરૂષ સિંગલ રેન્કિંગ રાઉન્ડમાં 31મુ સ્થાન મેળવ્યું હતું.