ગુજરાત

gujarat

ETV Bharat / sports

આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ: જાણો કેવી રીતે હિમાચલ પ્રદેશના એક નાના ગામથી WWE રિંગ સુધી પહોંચ્યો - WWE રિંગ

પૂર્વ WWE વર્લ્ડ હેવીવેટ ધ ગ્રેટ ખલીને કોણ ઓળખતું નથી. એમ તો WWEમાં ધૂમ મચાવનારા 7 ફૂટ એક ઇંચ લાંબા એક જ ભારતીય વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી આજે ભારતની શાન છે, આજે એટલે કે 27 ઓગસ્ટે તેમનો જન્મદિવસ પણ છે.

આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ
આજે ધ ગ્રેટ ખલીનો જન્મદિવસ

By

Published : Aug 27, 2021, 1:02 PM IST

  • ખેડૂત પરિવારમાં જન્મેલા ખલી બાળપણથી જ મજબૂત કદકાઠીના હતા
  • ભારે વજન ઉઠાવવાનું જાણે નાના ખલીનો ડાબા હાથનો ખેલ હતો
  • ખલીના સફરમાં તેમના મિત્ર અમિત સ્વામી ઘણા મદદગાર અને લકી સાબિત થયા

નવી દિલ્હી: પૂર્વ WWE વર્લ્ડ હેવીવેટ ધ ગ્રેટ ખલીને કોણ ઓળખતું નથી. એમ તો WWEમાં ધૂમ મચાવનારા 7 ફૂટ એક ઇંચ લાંબા એક જ ભારતીય વર્લ્ડ હેવીવેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી આજે ભારતની શાન છે, પરંતું પહેલવાન ખલી આમ જ મહાબલી નથી બન્યો, પરંતું આની પાછળ તેનો સારો એવો સંઘર્ષ છે, જે જાણીને તમે પણ આજે તેમને સલામ કરશો. ઉલ્લેખનીય છે કે, આજે એટલે કે 27 ઓગસ્ટે તેમનો જન્મદિવસ પણ છે. વર્ષ 1972માં હિમાચલ પ્રદેશના ધિરાના ગામમાં જન્મેલા દલીપ સિંહ રાણા ઉર્ફે ધ ગ્રેટ ખલી આજે 49 વર્ષના થઇ ગયા છે. આવો આજે તમને એમના હિમાચલ પ્રદેશના એક નાના ગામથી લઇને અમેરિકા સુધીની સફરની કહાનીથી રૂબરૂ મુલાકાત કરાવીએ.

ખલી બાળપણથી જ ભીમકાય હતા

એક સીધા સાદા ખેડૂત પરિવારમાં જન્મેલા ખલી બાળપણથી જ મજબૂત કદકાઠીના હતા. પોતાના સાત ભાઇ-બહેનોમાંથી એક દિલીપ રાણા પરિવારમાં સૌથી અલગ જ નજર આવતા હતા. તેમનું શરીર બાળપણથી જ ભીમકાય હતું, પરંતું ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે દિલીપ બાળપણમાં અભ્યાસ કરી ન શક્યા હતા અને તેમને બીજા ભાઇઓની જેમ મહેનત મજૂરી કરવી પડી. ભારે વજન ઉઠાવવાનું જાણે નાના ખલીનો ડાબા હાથનો ખેલ હતો.

ભીડથી શરમાતા હતા ખલી

બાળપણમાં જ ખલીનું શરીર એટલું વધી ગયું હતું કે, તેમના માટે બજારમાંથી બૂટ પણ મળી રહ્યા ન હતા. બિચારો ખલી ગામથી દૂર જઇને એક મોચી પાસે ચપ્પલ અને બૂટ બનાવડાવતા હતા. જ્યારે તેઓ ત્યાં જતા હતા ત્યારે તેમને જોવા માટે લોકોની ભારે ભીડ જામી જતી હતી, પરંતું શર્મીલા ખલીને આ બિલકુલ સારું નહોતું લાગતું. તેથી તે શરમથી ત્યાંથી ચાલી જતા હતા. કેટલીકવાર તો કેટલાય લોકો તેમને તેમના ભીમકાય શરીરને લઇને ચીડવતા પણ હતા. પરંતું એમને ક્યાં ખબર હતી કે, એક દિવસ આ વ્યક્તિ દેશનું નામ રોશન કરશે.

આવી રીતે બદલાયું ખલીનું કિસ્મત

માત્ર મજૂરીથી ખલીની ડાયેટ પુરી થઇ શકતી ન હતી. પણ એવામાં ઘર માટે પૈસા બચાવવા તો તેમના માટે દૂરની વાત હતી. પરંતું તે ઉપરાંત આવા ઘણા વર્ષો વિત્યા અને તેમની મજૂરી ચાલતી રહી. ત્યારે અચાનક તેની કિસ્મત બદલાઇ અને તેઓ શિમલા ફરવા માટે ગયા. ત્યાં પંજાબ પોલીસના એક ઓફિસરની નજર ખલી પર પડી. તેઓ તેમને જોઇને હેરાન થઇ ગયા. ત્યારબાદ એ ઓફિસરે ખલીને પંજાબ આવીને પોલીસમાં શામેલ થવાનું કહ્યું. પરંતું બિચારા ખલી માટે આ દૂરની વાત હતી. ત્યારબાદ આ ઓફિસરે જાતે પૈસા આપીને ખલીને પંજાબ બોલાવ્યો. ત્યારબાદ ખલી પણ પોતાના નાના ભાઇની સાથે પંજાબ પોલીસમાં શામેલ થઇ ગયા.

મિત્રનો સાથ અને બદલાયું જીવન

ખલીના સફરમાં તેમની માટે તેમના મિત્ર અમિત સ્વામી ઘણા મદદગાર અને લકી સાબિત થયા. આવી જ રીતે એકવાર ખલી પોતાના મિત્રની સાથે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પોતાના પસંદી પહેલવાન ડોરિયન યેટ્સને મળવા ગયા. ખલી ભીમકાય શરીર જોઇને યેટ્સ પણ પ્રભાવિત થતા રોકાઇ શક્યા નહી. તેમણે જ ખલીને રેસલિંગમાં જવાનું કીધુ. યેટ્સનો આ વાત ખલીને ઘણી પસંદ આવી અને તેઓ જાપાન ગયા. ત્યારબાદ તો જાણે ખલીએ પાછળ વળીને જોયું જ નહિ અને ત્યારબાદ અમેરિકા જઇને તેમને WWE માં પણ ઘણું નામના મેળવી.

ખલી: કેવી રીતે પડ્યું આ ભીમકાય નામ

તેમના નામ ખલી પાછળ પણ દિલચસ્પ વાત છે. જો કે, WWE ના લોકો દલીપ સિંહ રાણા નામ જામતું ન હતું. તેઓ તેમનું નવું નામ શોધવા લાગ્યા. ત્યારે કોઇએ તેમને જાયંટ સિંહ કહ્યું તો કોઇએ તેમને ભીમ નામથી પણ બોલાવ્યો. તો મા કાલીના ભક્ત ખલી ને કેટલાય લોકોએ ભગવાન શિવ નામ રાખવાની સલાહ આપી, પરંતું ભારત વાસીઓની ધાર્મિક ભાવનાનો ખ્યાલ રાખતા તેમણે એ નામ પણ ના રાખ્યું. કેટલાય લોકોએ તેમને કાલી નામથી પણ બોલાવ્યા અને તેમની વિનાશકારી શક્તિ વિશે જણાવ્યું. બધાને આ નામ ઘણું ગમ્યું, પરંતું વિદેશીઓએ તેમનું નામ બદલીને ખલી રાખી દીધું. તો આ હતી મજબૂત કદ કાઠી વાળા દલીપ સિંહ ઉર્ફે ધ ગ્રેટ ખલીની નાની, પરંતું તેમના જ જેવી દમદાર કહાની.

ABOUT THE AUTHOR

...view details