- ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી યોજાશે
- કેન્દ્રિય રમત પ્રધાને ખેલાડીઓની તૈયારીની કરી સમીક્ષા
- ક્વોલિફાય કરનારા ખેલાડીઓને કરાશે પ્રોત્સાહિત
આ પણ વાંચોઃઇશાંત શર્મા ઓછામાં ઓછી 150 ટેસ્ટ રમે: અમિત મિશ્રા
નવી દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક માટે હવે 3થી 4 મહિનાનો સમય જ બાકી છે ત્યારે ભારતીય એથેલિટ્સ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે મહેનત સાથે તૈયારી કરી રહ્યા છે. ભારતીય એથેલિટ્સની તૈયારી અંગે કેન્દ્રિય રમત પ્રધાન કિરણ રિજિજુએ એક સમીક્ષા બેઠક યોજી હતી. બુધવારે યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SIA)ના ઉચ્ચ અધિકારીઓ, IOA અધ્યક્ષ નરિન્દર બત્રા, મહાસચિવ રાજીવ મહેતા અને ભારતીય એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ આદિલે સુમારિવાલાએ ભાગ લીધો હતો.