અમદાવાદ:સોનુ જગલાન ફરી એક વાર ગુજરાત જાયન્ટ્સનો હીરો બન્યો હતો. તેણે મંગળવારે ટ્રાન્સસ્ટેડિયાના એક્કા એરેનામાં યુ મુમ્બા સામે જાયન્ટ્સને 39-37 થી રસાકસીભર્યો વિજય અપાવ્યો હતો. કેપ્ટન તરીકે ફઝલ અત્રાચલીની આ ૧૦૦ મી રમત હતી જેણે જાયન્ટ્સ માટે જીતને વધુ ખાસ બનાવી દીધી હતી.
7મી મિનિટમાં ટ્રમ્પ કાર્ડ સોનુ જગલાન ઊતાર્યો: ટીમોએ શરૂઆતની થોડી મિનિટોમાં જ સરસાઈ મેળવી લીધી હતી અને ગુમાન સિંઘના બે પોઇન્ટના રેઇડને કારણે યુ મુમ્બાએ 5મી મિનિટે 7-5થી સરસાઈ મેળવી લીધી હતી. ત્યારબાદ જાયન્ટ્સે 7મી મિનિટમાં તેના ટ્રમ્પ કાર્ડ સોનુ જગલાન ઊતાર્યો હતો, પરંતુ તે શરૂઆતમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યો હતો. રાકેશ એચ.એસ. જાયન્ટ્સના બચાવમાં આવ્યો અને તેણે રિંકુ સિંહ પર બોનસ પોઇન્ટ અને રનિંગ હેન્ડ ટચ મેળવ્યો તથા તેની ટીમને 10-9 થી પાતળી લીડ અપાવી હતી.
મહેન્દ્ર સિંહની શાનદાર સુપર ટેકલ:જોકે મહેન્દ્ર સિંહની શાનદાર સુપર ટેકલને કારણે યુ મુમ્બાએ 11મી મિનિટે જ 12-10થી સરસાઈ મેળવી લીધી હતી. તેમની લીડ થોડા જ સમયમાં છ પોઇન્ટ સુધી પહોંચી ગઈ હતી કારણ કે સોનુને ડૂ ઓર ડાય રેઈડમાં સામનો કરવામાં આવ્યો હતો અને ગુમાન વધુ એક રેઇડ પોઇન્ટ સાથે છટકી ગયો હતો.
ફઝલનું શાનદાર પ્રદર્શન: એવું લાગતું હતું કે, યુ મુમ્બા બીજા હાફમાં આરામથી સરસાઈ જાળવી રાખશે, પરંતુ પાંચ મિનિટ બાકી હતી ત્યારે, ફઝલે બે ક્ષણનો જાદુ પેદા કર્યો. પહેલા, તે રેઇડ પર ગયો અને તેના હરીફ કેપ્ટન સુરિન્દર સિંહને વધુ સારી રીતે છકાવ્યો અને ત્યારબાદ સુપર ટેકલ સાથે જાયન્ટ્સને 16-18 ના સ્કોર પર રમતમાં પાછો લાવ્યો.