- કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂએ આસામ સરકારનો માન્યો આભાર
- હિમા દાસની DSP તરીકે નિમણૂક થતા સરકારનો માન્યો આભાર
- હિમા દાસે 2019માં નોવ મેસ્ટો એથલિટ્સ મીટમાં 5મો મેડલ જીત્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજૂએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, ઘણા લોકો હિમાના રમત ક્ષેત્ર અંગે પૂછી રહ્યા છે. હાલમાં હિમા દાસ આઈએનએસ પટિયાલામાં ઓલિમ્પિક ક્વાલિફિકેશન માટે તાલીમ લઈ રહી છે અને ભારતની દોડમાં હિસ્સો લેતી રહેશે. જ્યારે વિભિન્ન નોકરીમાં પણ તે કાર્યરત્ છે. તેમ છતાં તેમને રમવાનું ચાલુ જ રાખ્યું છે. સેવા નિવૃત્તિ બાદ પણ તેમને રમતને જ પ્રાધાન્ય આપી રહ્યા છે.
આસામ કેબિનેટે હિમા દાસનીDSPતરીકે પસંદગી કરી
આ પહેલા રિજિજૂએ હિમાની DSP પદે નિમણૂક કરવા બદલ આસામ કેબિનેટના નિર્ણયને આવકાર્યો હતો. રિજિજૂએ ટ્વિટ કરી કહ્યું હતું કે, ખૂબ જ સારું. મુખ્યપ્રધાનના નેતૃત્વમાં આસામ કેબિનેટે આસામ પોલીસમાં DSP તરીકે પસંદગી કરી છે. આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનવાલે બુધવારે ગુવાહાટીના જનતા ભવનમાં પ્રધાન પરિષદમાં રાજ્યમાં DSPરૂપે સ્પ્રિન્ટર દાસની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હતો.