ટોક્યો: વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી છે. હવે આ સ્પર્ધા જાપાનના ફુકુકોકા સિટીમાં 13થી 29 મે 2022 સુધીમાં યોજાશે. સ્વિમિંગની દુનિયાના સંચાલન કરતી સંસ્થાએ ફીનાએ સોમવારે આ માહિતી આપી હતી.
ટોક્યો ઓલિમ્પિકને સ્થગિત કર્યા બાદ 2021 સુધી મોકુફ રાખવામાં આવી છે. જો કે, હવે એક વર્ષ વધારીને વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપની તારીખો પણ એક વર્ષ લંબાવી દેવામાં આવી છે. મહત્વનું છે કે, દર બે વર્ષે યોજાનારી વર્લ્ડ સ્વિમિંગ ચેમ્પિયનશીપ 16 જુલાઇથી 1 ઓગસ્ટ 2021 સુધી યોજાવાની હતી, પરંતુ હવે તેની તારીખ ઓલિમ્પિકની નવી તારીખો સાથે ટક્કર થઈ રહી હતી. જેથી હવે આ સ્પર્ધા જાપાનના ફુકુકોકા સિટીમાં 13થી 29 મે 2022 સુધીમાં યોજાશે.