નવી દિલ્હીઃ દુનિયામાં અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ થાય છે. આ ગેમ્સમાં ઘણા ખેલાડીઓ પણ ભાગ લે છે. સ્પોર્ટ્સની વાત કરીએ તો ક્રિકેટ, ફૂટબોલ, ટેનિસ, વોલીબોલ, હોકી, બેડમિન્ટન અને બેઝબોલ જેવી રમતોનું નામ દરેકના હોઠ પર સૌથી પહેલા આવે છે. પરંતુ સ્વીડને પોતાના દેશમાં આવી કળાને સ્પોર્ટ્સનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો. સ્પોર્ટ્સમાં આવી રમત પહેલા ક્યારેય રમાઈ નથી. હવે સ્વીડન પણ આ નવી રમતની ટુર્નામેન્ટનું આયોજન કરશે. આ કળાને પ્રથમ વખત રમતના રૂપમાં વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.
સેક્સ કોમ્પિટિશનમાં લગભગ 20 દેશોના સ્પર્ધકો ભાગ લેશે: સ્વીડને પોતાના દેશમાં સેક્સને રમતનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. આ સાથે સ્વીડન સેક્સને રમત તરીકે માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા કોઈ દેશે સેક્સને રમતનો દરજ્જો આપ્યો નથી. એક રિપોર્ટ અનુસાર સ્વીડને પોતાના દેશમાં સેક્સને એક રમત તરીકે રજીસ્ટર કરી દીધું છે. આ સિવાય સ્વીડન 8 જૂનથી યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ સેક્સ કોમ્પિટિશનમાં લગભગ 20 દેશોના સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધકોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આ સ્પર્ધા કેટલાક અઠવાડિયા સુધી ચાલશે.