- મેગા સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશિપનું આયોજન
- 21થી 25 માર્ચ દરમિયાન 20મી સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ચાલશે
- વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લેશે
રાંચી : ઝારખંડની રાજધાની રાંચીના મેગા સ્પોર્ટસ કૉમ્પલેક્સમાં 21થી 25 માર્ચ દરમિયાન 20મી સબ જુનિયર રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 900 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય વુશુ ચેમ્પિયનશીપનું રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ સહભાગીઓ દ્વારા ડેમોસ્ટ્રેસન બતાવવામાં આવ્યું હતું.
ખેલાડી અને અધિકારીઓ પોતાનો RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
આ ચેમ્પિયનશિપના સફળ સંગઠન માટે દેશભરમાંથી સાનસાઉ અને તાઉલુના લગભગ 70 અધિકારીઓ દેશભરમાંથી પહોંચ્યા છે. આ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની તકનીકી અધિકારીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે. વુશુ એસોસિએશન ઇંડિયાએ તેના તમામ એકમોને પહેલેથી જ સૂચના આપી દીધી હતી કે, દરેક ખેલાડી અને અધિકારીઓ પોતાનો RTPCR ટેસ્ટ કરાવીને જ ચેમ્પિયનશીપમાં ભાગ લેવો અને આ ચેમ્પિયનશિપ દરમિયાન કોવિડ -19ની ગાઇડલાઇનનું પણ પાલન કરવાનું રહેશે.
આ પણ વાંચો : વડોદરાની બે મહિલા મિક્સર માર્શલ આર્ટ્સની વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે