હૈદરાબાદ: માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને (Star footballer Cristiano Ronaldo) લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, તે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝ સાથે જોડિયા બાળકોની અપેક્ષા રાખતો હતો, પરંતુ સોમવારે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે જ્યોર્જિનાએ એક છોકરીને જન્મ આપ્યો હતો, જ્યારે તેના પુત્રનું મૃત્યુ થયું (Cristiano Ronaldo newborn son dies) હતું. રોનાલ્ડો અને તેની પાર્ટનર જ્યોર્જિનાએ ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ જોડિયા બાળકોના માતા-પિતા બનવાના છે.
આ પણ વાંચો:Paralympics: પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર જીત્યો, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
અમારો પુત્ર અમારો દેવદૂત હતો: રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, “ઘણા દુખની સાથે અમારે જણાવવું પડે છે કે અમારા નવજાત પુત્રનું નિધન થઈ ગયું છે. કોઈપણ માતા-પિતા સહન ન કરી શકે તેવું આ સૌથી મોટું દુ:ખ છે. દીકરીનો જન્મ આપણને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. અમે તમામ ડોકટરો અને નર્સોનો આભાર માનીએ છીએ જેમણે અમારો સાથ આપ્યો. રોનાલ્ડોએ ચાહકોને તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી. તેણે કહ્યું, અમારો પુત્ર અમારો દેવદૂત હતો, અમે તેને હંમેશ માટે પ્રેમ કરીશું.