મુંબઈ: આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે રમત-ગમતના ખેલાડીઓએ કોરોના કાળમાં યોગથી યોગથી ફીટ અને તદુરસ્ત રહેવાનો સંદેશ આપ્યો હતો. સુપ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકર અને વિશ્વ બેડમિંટન ચેમ્પિયન પીવી સિંધુ સહિત ઘણા ભારતીય ખેલાડીઓએ છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રવિવારે યોગ કરી ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો.
સચિનએ ફાધર્સ ડે પર પુત્ર અર્જુન અને પુત્રી સારા સાથે યોગ કરતો સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે. સચિને ટ્વીટર પર લખ્યું કે, "એક સાથે મળીને યોગ કરીને ફાધર્સ ડેની ઉજવણી કરી."
વિરેન્દ્ર સહેવાગે પણ યોગ કરતો વખતે એક વીડિયો શેર કર્યો હતો. જેના કેપ્શનમાં લખ્યું કે, "થોડો સમય લાગે, પણ ફક્ત યોગ માટે."
પીવી સિંધુએ કહ્યું કે, "યોગ કેટલાય સમયથી આપણી સાથે છે અને આરોગ્યની એક સૌથી અસરકારક પદ્ધતિ છે. યોગથી તંદુરસ્ત જીવનની શરૂઆત કરો અને આ સુખકારી જીવનની પ્રતિજ્ઞા લો."