નવી દિલ્હીઃ સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારીઓએ સાથે મળીને કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાનના રાહત ફંડમાં 76 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. સાઇના ગ્રુપ-એ, બી અને સી ગ્રુપના કર્મચારીઓએ આ રકમ આપી છે.
કેન્દ્રીય ખેલપ્રધાન કિરણ રિજિજુએ સાઇના કર્મચારીઓની પહેલને આવકારી છે. તેમજ તેમણે પ્રશંસા કરતા ટ્વિટર પર લખ્યું કે, મને એ કહેતા ગર્વ થાય છે કે સાઇના એ-ગૃપના કર્મચારીઓેએ પોતાના ત્રણ દિવસની સેલેરી, બી-ગૃપના કર્મચારીઓએ બે દિવસની સેલેરી તેમજ સી-ગૃપના કર્મચારીઓએ એક દિવસની સેલેરી વડાપ્રધાનના રાહત ફંડમાં દાન કરી છે. ખેલ પ્રધાન કિરણ રિજિજુએ પણ કોરોના સામેની લડમાં એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.