ગુજરાત

gujarat

FIFA World Cup: સ્પેન જર્મનીની મેચ 1-1થી ડ્રો

By

Published : Nov 28, 2022, 7:49 AM IST

Updated : Nov 28, 2022, 8:52 AM IST

ફિફા વર્લ્ડ કપ 2022માં (FIFA WORLD CUP 2022) સ્પેન અને જર્મની (SPAIN VS GERMANY) વચ્ચેની મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ છે.(FIFA WORLD CUP 2022 ) બે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વચ્ચેનો મુકાબલો આઠ મહિના પછી થયો હતો. આ બંનેને ખિતાબના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા

સ્પેન VS જર્મની: સ્પેન-જર્મની મેચ 1-1થી ડ્રો
સ્પેન VS જર્મની: સ્પેન-જર્મની મેચ 1-1થી ડ્રો

દોહા(કતાર): ફિફા વર્લ્ડ કપ 2022માં (FIFA WORLD CUP 2022) સ્પેન અને જર્મની (SPAIN VS GERMANY) વચ્ચેની મેચ 1-1થી ડ્રો રહી છે. મેચમાં પહેલો ગોલ સ્પેન માટે અલ્વારો મોરાટાએ 62મી મિનિટે કર્યો હતો. (FIFA WORLD CUP 2022 )આ પછી જર્મનીના નિક્લાસ ફુલક્રગે 83મી મિનિટે ગોલ કર્યો હતો. ગ્રુપ Eની આ મેચ બાદ સ્પેન ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે જ્યારે જર્મની એક પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. સ્પેને તેની બેમાંથી એક મેચ જીતી છે, જ્યારે જર્મનીની ટીમ તેની પ્રથમ મેચ હારી છે.

પ્રબળ દાવેદાર:એપ્રિલમાં વર્લ્ડ કપ ડ્રો થયો ત્યારથી, (SPAIN VS GERMANY )બધાની નજર અલ બાયત સ્ટેડિયમમાં જર્મની-સ્પેનની (SPAIN VS GERMANY) ટક્કર પર હતી. આ બે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વચ્ચેનો મુકાબલો આઠ મહિના પછી થયો હતો. આ બંનેને ખિતાબના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ જર્મની પ્રથમ મેચમાં જાપાન સામેની હારને કારણે બહાર થવાના આરે છે. પોતાની આશાઓને જીવંત રાખવા માટે તેણે સ્પેન સામે વિજય નોંધાવવો પડ્યો, પરંતુ આવું થઈ શક્યું નહીં. જર્મનીની આગામી મેચ ગુરુવારે કોસ્ટા રિકા સાથે થશે.

હારનો સામનો:સ્પેને તેની પ્રથમ મેચમાં કોસ્ટા રિકાને 7-0થી હરાવ્યું હતું. જર્મની માટે સંકેત પ્રોત્સાહક નથી. બે વર્ષ પહેલા નેશન્સ લીગમાં તેણે સ્પેન (SPAIN VS GERMANY) સામે રમાયેલી છેલ્લી મેચમાં તેને 6-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મનીએ હવે તેની આગામી મેચ જીતવા માટે તમામ તાકાત લગાવવી પડશે.

Last Updated : Nov 28, 2022, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details