નવી દિલ્હી: સરકારે જાહેર કરેલા પદ્મ શ્રી એવોર્ડ માટે નોમિનેશન થયેલા પર વિવિધ ખેલાડીઓ પર ભારતીય રેસલર વિનેશ ફોગાટે સવાલ ઉઠાવ્યા છે. નોંધનીય છે કે, સરકારે શનિવારે પદ્મ શ્રી માટેનું લીસ્ટ જાહેર કર્યુ હતું. જેમાં રમત-ગમત શ્રેત્રે 6 એવોર્ડ નોમિનેટ થયા છે.
કુસ્તીબાજ વિનેશ ફોગાટે પદ્મ શ્રી એવોર્ડની યાદી પર ઉઠાવ્યા સવાલ, જાણો શું કહ્યું? - Padma award list
સરકારે જાહેર કરેલી પદ્મ શ્રી એવોર્ડની યાદીને લઇ રેસલર વિનેશ ફોગાટે સવાલ ઉઠાવ્યાં છે. નોંધનીય છે કે, રમત ગમત ક્ષેત્રે પણ સરકારે 6 નામને નોમિનેટ કર્યા છે.

શનિવારના રોજ જાહેર કરેલા પદ્મ શ્રી એવોર્ડ પર રેસલર વિનેશ ફોગાટે સવાલ ઉભા કર્યા છે. જેમાં વિનેશ ફોગાટે સવાલ કર્યો કે, આ એવોર્ડ લીસ્ટ કોણ નક્કી? કોને એવોર્ડ આપવામાં આવશે? જ્યૂરીમાં હાલમાં કે ભૂતપૂર્વ એથ્લેટ છે? તે કેવી રીતે કામ કરશે? અંતે તે અયોગ્ય છે, જેવા અનેક સવાલ ફોગાટે પોતાના એક નિવેદનમાં કર્યા હતાં.
તમને જણાવી દઇએ કે, શનિવારે જાહેર કરેલા પદ્મ શ્રીના લિસ્ટમાં બોક્સર મેરી કોમને પદ્મ વિભૂષણ, જ્યારે શટલર પીવી સિંંધુને પદ્મ ભૂષણ માટે નોમિનેટ કરાયા છે. વધુમાં ફોગાટે સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, લાયક રમતવીરો છે. જેને આ એવોર્ડની યાદીમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે. આ યાદીમાં ઝાહીર ખાન, ઓઇનમ બેમ્બેમ દેવી, રાની રામપાલ, શૂટર જીતુ રાય અને તરૂણદીપ રાયને પણ પદ્મ શ્રી માટે નોમિનેટ કરાયા છે.