કુઆલાલંપુર:બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા(Olympic Medal Winner) પીવી સિંધુને બુધવારે મલેશિયા માસ્ટર્સ પ્રારંભિક રાઉન્ડ(Malaysia Masters Preliminary Round) જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. સાતમા ક્રમે રહેલી સિંધુએ બિંગ જિયાઓને 21-13, 17-21, 21-15થી હરાવવા અને આગલા રાઉન્ડમાં જવા માટે એક કલાકનો સમય લાગ્યો હતો.
આ પણ વાંચો:એવું તો શું થયું કે બેડમિન્ટન એશિયા ટેકનિકલ સમિતિએ પીવી સિંધુ પાસે માંગવી પડી માફી
આ જીત સાથે, વિશ્વની સાતમા ક્રમાંકિત સિંધુએ ગયા મહિને ઇન્ડોનેશિયન ઓપન સુપર 1000ના(Indonesian Open Super Thousand) પ્રથમ રાઉન્ડમાં તેના નોકઆઉટનો બદલો લીધો હતો. જ્યારે બિંગ જિયાઓએ તેને સીધી ગેમમાં હરાવ્યું હતું. ચીન 10-9થી આગળ છે. મેન્સ સિંગલ્સમાં, બી સાઈ પ્રણીત અને પારુપલ્લી કશ્યપે(Commonwealth Games 2014 Gold Medalist) વિરોધાભાસી જીત(Korea Open Semifinals) સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.