ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ - कांस्य पदक

ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા અને ઓલિમ્પિયન અંજુમ મુદગીલે ISSF વર્લ્ડ કપમાં ભારતને બ્રોન્ઝ મેડલ (Shooting World Cup Bronze) અપાવ્યો. રવિવારે મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની ફાઈનલ રમાઈ હતી. જેમાં ટોપ-8 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ
ભારતની આ દીકરીએ શૂટિંગ વર્લ્ડ કપ પર લગાવ્યો નીશાનો, જીત્યો મેડલ

By

Published : Jul 18, 2022, 5:46 PM IST

ચાંગવાન: ભારતની અંજુમ મુદગીલે (Shooting World Cup Anjum Moudgil) રવિવારે ISSF શૂટિંગ વર્લ્ડ કપની મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં બ્રોન્ઝ (Shooting World Cup Bronze) મેડલ જીત્યો હતો. અંજુમ ફાઇનલમાં 402.9ના સ્કોર સાથે ત્રીજા સ્થાને રહી હતી. તેણે ઘૂંટણિયે 100.7, પ્રોન 101.6 અને સ્ટેન્ડિંગ પોઝિશનમાં 200.6 સ્કોર કર્યો. જર્મનીની અન્ના જેન્સને ગોલ્ડ જ્યારે ઇટાલીની બાર્બરા ગામ્બોરોએ સિલ્વર મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો:વાનરરાજ વિફર્યા: 4 મહિનાના બાળકને વાંદરાઓના ટોળાએ મારી નાખ્યો

તમને જણાવી દઈએ કે, અંજુમે (Anjum Moudgil win bronze medal) 2018ના ચાંગવોન વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત 4 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 11 મેડલ સાથે મેડલ ટેલીમાં આગળ છે. અંજુમ શૂટિંગની રમતમાં શ્રેષ્ઠ ખેલાડી છે. ગયા વર્ષે ભારતને ઓલિમ્પિક ક્વોટા પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાંચી પોલીસમાં ગૂનો દાખલ: ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ

છેલ્લા ઘણા વર્ષોથી, તે ભારતીય મહિલા શૂટિંગ ટીમની ટોચની 10 ખેલાડીઓમાંની એક છે. કોરિયામાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં અંજુમ મુદગીલ ભલે ભારતને ગોલ્ડ મેડલ ન અપાવી શકે, પરંતુ બ્રોન્ઝ જીત્યા બાદ પણ તેનો પરિવાર ઘણો ખુશ છે.

ABOUT THE AUTHOR

...view details