ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભાલા ફેંકમાં ઓલિમ્પિકની ટિકિટ મેળવનાર શિવપાલસિંહ બન્યો બીજો ભારતીય એથલીટ - ટોક્યો ઓલિમ્પિક

ભારતના શિવપાલ સિંહે દક્ષિણ આફ્રિકામાં આયોજિત એસીએનડબ્લ્યૂની લીગની બેઠકના માધ્યમથી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી છે. તે ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં જનાર ભારતનો બીજો એથલીટ બની ગયો છે.

Shivpal
શિવપાલ

By

Published : Mar 11, 2020, 4:23 PM IST

નવી દિલ્હી: ભારતના શિવપાલ સિંહે ઓલિમ્પિક માટે ક્વોલિફાઇડ થનારો બીજો ભાલા ફેંક એથલીટ બની ગયો છે. શિવપાલને દક્ષિણ આફ્રિકામાં આયોજિત એસીએનડબ્લ્યૂની લીગની બેઠકના માધ્યમથી જુલાઇ અને ઓગષ્ટમાં થવા જઇ રહી ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મળી છે.

શિવપાલે શરૂઆતના 4 પ્રયાસોમાં 80 મીટરથી ઓછા સમયમાં ભાલા ફેંક કર્યું હતું. પરંતુ પાંચમા પ્રયાસમાં તે ઓલિમ્પિકનો આંક પાર કરવામાં સફળ રહ્યો હતો. તેના આ પ્રદર્શનથી રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવીને લખ્યું કે, 'ટ્રેક અને ફીલ્ડ તરફથી સારા સમાચાર છે. શિવપાલ સિંહે ટોક્યો 2020ની ટિકિટ હાંસિલ કરી લીધી છે. તેણે ભાલા ફેંકમાં ઓલિમ્પિકમાં જનાર ભારતનો બીજો એથલીટ બની ગયો છે. અભિનંદન શિવપાલ.'

શિવપાલ

ગયા વર્ષે દોહામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં શિવપાલનું 86.23 મીટરનું અંતર કાપ્યું હતું. જે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું. તમને જણાવી દઇએ કે, નીરજ ચોપડા પછી શિવપાલ સિંહ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર બીજા ખેલાડી બની ગયા છે. પાછલા મહિને નીરજે 87.86 મીટરની સાથે પ્રથમવાર ઓલિમ્પિકનો કોટા હાંસલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details