- નેપાળના પોખરામાં યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય કક્ષાની દોડ અને ફેંક સ્પર્ધા
- મહેસાણાના 7 ખેલાડી પૈકી 2ને ગોલ્ડ અને 5ને સિલ્વર મેડલ મળ્યા
- મહેસાણાના રમતવીરો આંતરરાષ્ટ્રીય દોડ અને ફેંક સ્પર્ધામાં વિજેતા બન્યા
મહેસાણા: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એક ગ્રુપ ખાનગી રાગે દોડની વિવિધ સ્પર્ધા યોજી સતત વિજેતા બનતું હોય તેવી માહિતી મળી હતી. ત્યારે નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની દોડ અને ફેંક સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણાના 7 ખેલાડીઓને નેપાળની દોડ સ્પર્ધામાં સિલ્વર મેડલથી સન્માનિત કરાયા છે.
આ પણ વાંચો: પોરબંદરની નિર્મલા મહેશ્વરીએ રમત-ગમત ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી
નેપાળના પોખરામાં યોજાઈ હતી આંતરરાષ્ટ્રીય કક્ષાની દોડ અને ફેંક સ્પર્ધા
ત્યારે હાલમાં મહેસાણાના 7 ખેલાડીઓએ નેપાળના પોખરામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની દોડ અને ફેંકની સ્પર્ધામાં ભાગ લઈ ચેલેન્જ કહી શકાય એવી કડકડતી ઠંડી સાથે પાતળી હવાથી શ્વાસ લેવામાં થતી મુશ્કેલી વચ્ચે 7 પૈકી 3 ખેલાડીઓના મસલ્સ ડેમજ થતાં ચાલી શકે તેવી સ્થિતિમાં ન હોવા છતાં 2 ગોલ્ડમેડલ તેમજ 5 સિલ્વર મેડલ જીતી બાજી મારી લીધી છે. આ ખેલાડીઓ મહેસાણાના વિદ્યાર્થીઓ છે. આ સ્પર્ધા માટે ખેલાડીને દિવસના 6 કલાક પ્રેક્ટિસ કરતા હતા.
આ પણ વાંચો: ચિત્તા જેવી દોડઃ મધ્યપ્રદેશનો રામેશ્વર ઉસૈન બોલ્ટને પણ આપી શકે છે ટક્કર