નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) કેસની સુનાવણી 22 ઓગસ્ટ સુધી ટાળી દીધી છે કારણ કે, કેન્દ્રએ કહ્યું છે કે ભારતમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપ યોજવા માટે ફિફા સાથે વાતચીત ચાલી રહી છે. કોર્ટે કેન્દ્રને ભારતમાં વર્લ્ડ કપ યોજવા અને AIFFનું સસ્પેન્શન હટાવવા માટે જરૂરી પગલાં લેવા પણ કહ્યું હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, એ.એસ.બોપન્ના અને જેબી પરીડવાલાને જણાવ્યું હતું કે, સરકાર અને પ્રશાસકોની સમિતિએ ફિફા સાથે બે બેઠકો કરી છે અને ભારતમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપનું (Under 17 Women's World Cup) આયોજન કરવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચોSDMએ કોમનવેલ્થ ગેમ્સના રેસલર લવપ્રીતસિંહને રોક્યા વીડિયો થયો વાયરલ
ટૂર્નામેન્ટ ભારતમાં યોજવી જોઈએ તેમણે આ મામલાની સુનાવણી 22 ઓગસ્ટ સુધી મુલતવી રાખવા વિનંતી કરી, જેથી AIFFના સક્રિય પક્ષો વચ્ચે સર્વસંમતિ બની શકે. મહેતાએ કહ્યું કે, કોર્ટ માટે એ કહેવું ખૂબ મદદરૂપ થશે કે તમામ પક્ષકારો આ મામલાના ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યા છે. બેન્ચે કહ્યું કે, અંડર-17 (under 17 world cup) બાળકો માટે આ એક મોટી ટૂર્નામેન્ટ છે અને તે ચિંતિત છે કે, ટૂર્નામેન્ટ ભારતમાં યોજવી જોઈએ. જો કોઈ બહારની વ્યક્તિ દખલ કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં. બેન્ચે કેન્દ્રને આ મુદ્દે સક્રિય ભૂમિકા ભજવવા અને AIFFનું સસ્પેન્શન હટાવવામાં મદદ કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચોઈજાગ્રસ્ત સુંદરની જગ્યાએ આ ખેલાડી પહેલીવાર ટીમ ઈન્ડિયામાં જોડાયો
સસ્પેન્શન તાત્કાલિક અમલમાં આવશે ભારતને વળતો જવાબ આપતાં, વિશ્વ ફૂટબોલની સર્વોચ્ચ સંચાલક સંસ્થા FIFA એ મંગળવારે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનને (AIFF) બિનજરૂરી તૃતીય પક્ષની દખલગીરી અને ઓક્ટોબરમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાનીનો હવાલો આપીને સસ્પેન્ડ કરી દીધો અને તેના અધિકારો છીનવી લેવાયા. ભારત 11 થી 30 ઓક્ટોબર દરમિયાન ફિફા સ્પર્ધાનું આયોજન કરવાનું હતું. તેના 85 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે FIFA એ AIFF પર પ્રતિબંધ મૂક્યો છે. ફિફાએ કહ્યું હતું કે, સસ્પેન્શન તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ડિસેમ્બર 2020 થી ચૂંટણી ન યોજવા બદલ કોર્ટે 18 મેના રોજ પ્રફુલ પટેલને AIFFના પ્રમુખ પદેથી હટાવ્યા હતા અને AIFF ચલાવવા માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ એઆર દવેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની વહીવટી સમિતિ (CoA) ની રચના કરી હતી. ત્યારથી પ્રતિબંધ લાદવામાં આવે તેવી શક્યતા હતી.