કોલકાતા: BCCI પ્રમુખ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને કોરોના પોઝિટિવ (Saurav Ganguly Corona Positive )મળ્યા બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ક્રિકેટ બોર્ડના સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી.
વુડલેન્ડ્સ નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા
ગાંગુલીને કોરોના રસીના બંને ડોઝ મળ્યા(Ganguly received both doses of the corona vaccine) છે અને તે સતત મુસાફરી કરી રહ્યો હતો.સાવચેતીના ભાગરૂપે સોમવારે રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "તેને વુડલેન્ડ્સ નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યો હતો. તેને દવા આપવામાં આવી છે અને તેની હાલત સ્થિર છે."