દુબઈ: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ મંગળવારે ડબલ્યુટીએ દુબઈ ડ્યુટી ફ્રી ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં અમેરિકન પાર્ટનર મેડિસન કીઝ સામે સીધા સેટમાં પરાજય સાથે તેની શાનદાર કારકિર્દીનો અંત આણ્યો હતો. સાનિયા અને કીઝની જોડી બરાબર એક કલાક ચાલેલી મેચમાં રશિયાની વેરોનિકા કુડેરમેટોવા અને લ્યુડમિલા સેમસોનોવા સામે 4-6, 0-6થી હારી ગઈ હતી. વેરોનિકા સિંગલ્સમાં 11મા અને ડબલ્સમાં પાંચમા નંબર પર છે જ્યારે લ્યુડમિલા ડબલ્સમાં 13મા નંબર પર છે.
સાનિયા મિર્ઝાની કારકિર્દી:છત્રીસ વર્ષીય સાનિયા મિર્ઝા 2003માં ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા, જેમાં ત્રણ મહિલા ડબલ્સ અને આટલા મિક્સ ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. વિમેન્સ ડબલ્સમાં, તેણે માર્ટિના હિંગિસ સાથે મળીને તેના ત્રણેય ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા. તેના ત્રણ મિશ્ર ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાંથી, તેણે દેશબંધુ મહેશ ભૂપતિ (2009માં ઓસ્ટ્રેલિયન ઓપન અને 2012માં ફ્રેન્ચ ઓપન) સાથે બે જીત્યા. તેણે બ્રુનો સોરેસ સાથે યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
રસપ્રદ મુકાબલો:દુબઈ ઓપનમાં બંને ટીમોએ શરૂઆતમાં એકબીજાની સર્વિસ તોડી હતી જેના કારણે એક તબક્કે સ્કોર 4-4થી બરાબર થઈ ગયો હતો. જોકે આ પછી રશિયન જોડીએ સાનિયા અને કીઝની સર્વિસ તોડી અને પછી પોતાની સર્વિસ બચાવીને પ્રથમ સેટ જીતી લીધો. સાનિયા અને તેના પાર્ટનરએ બીજા સેટમાં શરૂઆતમાં તેમની સર્વિસ ગુમાવી દીધી હતી અને ત્યાર બાદ પુનરાગમન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આ પણ વાંચોBorder Gavaskar Trophy: ટીમ ઈન્ડિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2013ના ઈતિહાસનું કરી શકે છે પુનરાવર્તન