અમદાવાદ : IPL ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ શનિવારે (21 જાન્યુઆરી) ના રોજ હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે RCBના સત્તાવાર ટ્વિટર હેન્ડલનું નામ બદલીને 'બોર્ડ એપ યાટ ક્લબ' કરી દીધું હતું. હેકર્સે RCBનું બાયો બદલીને નવી લિંક સામેલ કરી અને તેનું ડિસ્પ્લે પિક્ચર પણ બદલી નાખ્યું હતું.
RCB ટ્વિટર એકાઉન્ટ હેક :હેકર્સે બાયોમાં લખ્યું છે કે, મેમ્બર બનવા માટે ઓપનસી પર બોર એપ અથવા મ્યુટન્ટ એપ ખરીદો, પરંતુ જ્યારે હેકર્સે NFTs વિશે ટ્વિટ કર્યું ત્યારે વપરાશકર્તાઓએ તેને ટૂંક સમયમાં ઓળખી લીધું હતું. રસપ્રદ વાત એ છે કે, RCBએ હજી સુધી હેકર્સ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી સામગ્રીને હટાવી નથી, ન તો ફ્રેન્ચાઇઝીએ પુષ્ટિ કરી છે કે ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું.
સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા :IPL સાઇડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્વિટર એકાઉન્ટ શનિવારે સવારે હેક થયું હતું. ફ્રેન્ચાઈઝીના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવું પહેલીવાર નથી. સપ્ટેમ્બર 2021 માં, સમાન ઘટના બની હતી, પરંતુ તે સમયે, ફ્રેન્ચાઇઝ તેને પુનઃસ્થાપિત કરવામાં સફળ રહી હતી.
RCBએ તે સમયે કર્યું હતું ટ્વિટ :"પ્રિય 12મી મેન આર્મી, અમારા ટ્વિટર એકાઉન્ટ સાથે થોડા કલાકો પહેલા ચેડા કરવામાં આવ્યા હતા અને હવે અમે ઍક્સેસ પાછી મેળવવામાં સફળ થયા છીએ. અમે હેકર્સે જે ટ્વીટ બહાર પાડી છે તેની અમે નિંદા કરીએ છીએ અને અમે તે ટ્વીટમાંથી કોઈપણ સામગ્રીને સમર્થન આપતા નથી, જે અમારી પાસે છે. અમને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ," આરસીબીએ તે સમયે ટ્વિટ કર્યું હતું.
વીડિયો પોસ્ટ દરમિયાન છેડછાડ :રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પ્રમોશનલ વીડિયો પોસ્ટ કર્યો છે. આ દરમિયાન તેના ટ્વિટર એકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. ચાહકોને ફ્રેન્ચાઇઝીનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું અને હેકર્સ દ્વારા NFT પોસ્ટ્સ શેર કરવામાં આવી તે જોઈને આશ્ચર્ય થયું હતું. આરસીબીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા પછીની કેટલીક ટ્વિટ્સ પર એક નજર.