ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટિહરીના રોહિતે બોક્સિંગમાં ગોલ્ડ જીતીને વધાર્યું દેશનું ગૌરવ

રોહિત ચમોલીએ પોતાના શાનદાર પ્રદર્શનથી એશિયન યુથ અને જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. રોહિતના પિતા જય પ્રકાશ આ દિવસને સૌથી ખાસ દિવસ માને છે.

ROHIT CHAMOLI
ROHIT CHAMOLI

By

Published : Aug 31, 2021, 4:21 PM IST

  • રોહિત ચમોલીએ એશિયન યુથ અને જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો
  • ભારત તેમજ ઉત્તરાખંડનું નામ પણ રોશન કર્યું
  • ટિહરીના એક રસોઈયાનો પુત્ર છે રોહિત ચમોલી

ટિહરી (ઉત્તરાખંડ): રાજ્યના યુવાનો તેમના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિશ્વ મંચ પર પોતાનો પરચો બતાવી રહ્યા છે, ત્યારે ટિહરીના એક રસોઈયાના પુત્ર રોહિત ચમોલીએ એશિયન યુથ અને જુનિયર બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત તેમજ ઉત્તરાખંડનું નામ પણ રોશન કર્યું છે. પુત્રની આ સિદ્ધિથી તેના પિતા ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે બાળકને પિતાના નામથી ઓળખવામાં આવે છે પરંતુ હવે અમને પુત્રના નામથી લોકો ઓળખશે.

પિતાએ મોબાઈલ પર તેમના પુત્રની ફાઈનલ મેચ જોઈ

16 વર્ષીય રોહિત ચમોલીએ સેક્ટર -16 સરકારી શાળા ટિહરીમાંથી દસમું ધોરણ પાસ કર્યુ છે. તે ટિહરીના નવાગામનો રહેવાસી છે. તેના પિતા જય પ્રકાશ મોહાલીની એક હોટલમાં રસોઈયા તરીકે કામ કરે છે. પુત્રની જીતનો ક્ષણ દરેક માતાપિતા માટે ખૂબ જ ખાસ હોય છે. રોહિતની જીતથી તેના પિતાનું માથું પણ ગર્વથી ઉચું થયું છે. રોહિતની આ સિદ્ધિથી તેનો પરિવાર ઘણો ખુશ છે. તેમણે કહ્યું કે, અહીં સુધીનો પ્રવાસ તેમના પુત્ર માટે સરળ નહોતો. ગરીબી સામે લડતા રોહિતે તેની રમત ચાલુ રાખી. તેમણે મોબાઈલ પર તેમના દીકરાની ફાઈનલ મેચ જોઈ હતી. મેચની અંતિમ ક્ષણ જેમ જેમ સામે આવી રહી હતી તેમ તેમ ઉત્સુકતા વધી રહી હતી. રોહિતે મંગોલિયન ખેલાડીને 3-2થી હરાવતાં જ તેણે ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેમની ખુશીની કોઈ સીમા નહોતી.

આ પણ વાંચો: Tokyo Paralympics: પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિંહરાજે જીત્યો બ્રોન્ઝ મેડલ

એક ગરીબ પરિવારમાંથી આવવા છતાં રોહિતે ક્યારેય હાર માની ન હતી: રોહિતના પિતા

રોહિતના પિતા જય પ્રકાશ આ દિવસને સૌથી ખાસ દિવસ માને છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે બાળકને પિતાના નામથી ઓળખવામાં આવે છે પરંતુ હવે અમને પુત્રના નામથી ઓળખવામાં આવશે. એક ગરીબ પરિવારમાંથી આવવા છતાં રોહિતે ક્યારેય હાર માની ન હતી. તેમણે કહ્યું કે તેનો દિવસ સવારે 4 વાગ્યે શરૂ થતો હતો અને તે તેની તાલીમ માટે જતો હતો. તે પછી તે તેની શાળામાં જતો અને સાંજે થોડો આરામ કર્યા બાદ તે સાંજે પણ તાલીમમાં જતો. તેણે ઘરે દાળ અને ભાત ખાઈને જ તાલીમ લીધી છે. કારણ કે અમે તેને ખાસ આહાર આપ્યો નથી. આ સફળતામાં તેના કોચ જોગીન્દર સિંહની સૌથી મોટી ભૂમિકા છે.

આ પણ વાંચો: બોલ રમવો કે છોડવો તે સમજવામાં કોહલી અસમર્થ : હુસૈન

રોહિત પહેલા દિવસથી જ અન્ય લોકોથી અલગ હતો: કોચ જોગિન્દર સિંહ

રોહિતને કોચિંગ આપનાર જોગિન્દર સિંહે કહ્યું કે, તેની ટ્રેનિંગ 10 વર્ષ પહેલા શરૂ થઈ હતી. તેની બહેન રોહિતને મારી પાસે લઈ આવી હતી. તેની બહેન હવે ITBP માં છે. રોહિત પહેલા દિવસથી જ અન્ય લોકોથી અલગ હતો, તેની પ્રતિભા સૌથી અલગ હતી. તેના પંચમાં શક્તિ હતી અને મને લાગ્યું કે તે એક સારો બોક્સર બનશે. જોગિન્દર સિંહે કહ્યું કે, અગાઉ રોહિત તાલીમ કોલેજમાં નિયમિત આવતો ન હતો. તેનો પરિવાર ઈચ્છતો હતો કે તે રમતની સાથે અભ્યાસ પર ધ્યાન આપે. મેં રોહિતના પિતા સાથે વાત કરી અને તેમને કહ્યું કે તે સારો બોક્સર બની શકે છે. તેમણે કહ્યું કે રોહિત અભ્યાસ પર ધ્યાન આપતો નથી. મેં તેમને કહ્યું કે મને આના જેવા બોક્સરની જરૂર છે. તેને મારી પાસે મોકલો અને તે અભ્યાસ પણ કરશે. આજે પરિણામ સૌની સામે છે.

રોહિત ચમોલીએ મંગોલિયાના ઓટગેનબયાર તુબાશ્જિયાને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે 48 કિલો કેટેગરીની ફાઇનલમાં ભારત તરફથી રમતી વખતે રોહિત ચમોલીએ મંગોલિયાના ઓટગેનબયાર તુબાશ્જિયાને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ચેમ્પિયનશિપનું આયોજન દુબઈમાં કરવામાં આવી રહ્યું છે. આ મેડલ સાથે જ ચેમ્પિયનશિપમાં ભારતે ખાતું ખોલાવ્યું છે. સપ્ટેમ્બરમાં યોજાનારી બોક્સિંગ ચેમ્પિયનશિપ દરમિયાન ચંદીગઢ એમેચ્યોર બોક્સિંગ એસોસિએશન રોહિતનું સન્માન કરશે.

ABOUT THE AUTHOR

...view details