ગુજરાત

gujarat

ETV Bharat / sports

ફરીદાબાદની રિયાએ વજન ઉતારવા માટે સાયકલિંગ કરતા કરતા મોટી રેસ જીતી લીધી - The beginning of cycling

હરિયાણાના ફરીદાબાદની રિયા અરોરાએ વજન ઘટાડવા માટે સાઈકલિંગની શરૂઆત કરી હતી, પરંતુ તેમણે સાઈકલિંગને ફક્ત ફિટનેસ સુધી સિમિત ન રાખ્યું પણ સાઈકલિંગ કરી કરીને ઘણી મોટી રેસ પણ જીતી બતાવી છે. આજે રિયા ફ્રાન્સમાં થનારી રેસમાં બસ એક જ મેચ પાછળ છે.

ફરીદાબાદની રિયાએ વજન ઉતારવા માટે સાયકલિંગ કરતા કરતા મોટી રેસ જીતી લીધી
ફરીદાબાદની રિયાએ વજન ઉતારવા માટે સાયકલિંગ કરતા કરતા મોટી રેસ જીતી લીધી

By

Published : Mar 22, 2021, 3:02 PM IST

  • રિયા અરોરાએ વજન ઘટાડવા શરૂ કર્યું હતું સાયકલિંગ
  • સાયકલિંગમાં એટલી આગળ વધી કે ચેમ્પિયન બની ગઈ
  • દિલ્હીમાં યોજાયેલી સાઈકલિંગ રેસમાં મેળવ્યા મેડલ

આ પણ વાંચોઃશૂટિંગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગનીમત સેખોએ કહ્યું, ફાઇનલ પહેલા ઘણા પ્રેશરમાં હતી

ફરીદાબાદઃ લોકડાઉન પછી ઘણા લોકોનું જીવન બદલાઈ ગયું છે. આવી જ રીતે હરિયાણાના ફરીદાબાદની રિયા અરોરાનું પણ જીવન બદલાયું છે. રિયાએ પોતાના વજનને ઘટાડવા માટે સાયકલિંગ શરૂ કર્યું. ત્યારબાદ તે સાયકલિંગમાં એટલી આગળ વધી કે તે સાઈકલિંગમાં ચેમ્પિયન બની ગઈ. આ સાથે જ તેણે 12 કિલો વજન પણ ઘટાડી લીધું છે.

દિલ્હીમાં યોજાયેલી સાઈકલિંગ રેસમાં મેળવ્યા મેડલ

આ પણ વાંચોઃદક્ષિણ આફ્રિકાની ટીમે ભારતીય ટીમને 6 વિકેટથી હરાવી

પેરિસમાં થનારી 1200 કિમી લાંબી રેસ જીતવી એ રિયાનું લક્ષ્ય

હાલમાં જ રિયાએ પેરિસની ઓડેક્સ ઓર્ગેનાઈઝેશન તરફથી દિલ્હીમાં યોજાયેલી 100 અને 200 કિમી સાઈકલિંગ રેસને સમયથી પહેલા જ પૂર્ણ કરી લીધી હતી. ઓર્ગેનાઈઝેશન તરફથી તેને સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરાઈ હતી. રિયા 300 કિમીની રેસમાં ભાગ લેવા માટે ક્વોલિફાઈ પણ થઈ ગઈ. તેનું લક્ષ્ય પેરિસમાં થનારી 1200 કિમી લાંબી રેસ જીતવી છે.

ABOUT THE AUTHOR

...view details