વડોદરાગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ 2022 (36th National Games 2022 in Gujarat) ચાલી રહી છે, ત્યારે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (Sama Sports Complex of Vadodara) ખાતે યોજાઈ રહેલા જીમ્નાસ્ટિક રમતના આજે અંતિમ દિવસમાં મહિલા રિધમ જીમ્નાસ્ટીકરમતો (Women Rhythmic Gymnastics Games) યોજવામાં આવી હતી. આ રમતમાં હુક, બોલ, ક્લબ, રીબોન જેવી અલગ અલગ વિભાગની રમત યોજવામાં આવી હતી. આ રમતમાં વિવિધ રાજ્યોના 8 ખેલાડીઓ ક્વોલિફાઇડ (Players from 8 states qualified) થઈ હતી. જેમાં ટોપ ટુમાં મહારાષ્ટ્રનો દબદબો (Maharashtra players dominated in the top two) રહ્યો હતો.
36મી નેશનલ ગેમ્સમાં યોજાયેલી જીમ્નાસ્ટિક રમતના અંતિમ દિવસે મારી મહારાષ્ટ્રે બાજી - Commissioner of Police Vadodara
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આજે અંતિમ દિવસમાં મહિલા રિધમ જીમ્નાસ્ટીક રમતો યોજવામાં આવી હતી. આ રમતમાં હુક, બોલ, ક્લબ , રીબોન જેવી અલગ અલગ વિભાગની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતિમ સ્પર્ધામાં (Rhythm Gymnastics Games Final day) વિવિધ રાજ્યોની 8 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં મહારાષ્ટ્રે બાજી (Maharashtra won the game)મારી હતી.
રિધમ જીમ્નાસ્ટિકમાં મહારાષ્ટ્રનો દબદબોઆજના આ અંતિમ સ્પર્ધામાં વિવિધ રાજ્યોની 8 મહિલા ખેલાડીઓ દ્વારા રિધમ જીમ્નાસ્ટિકમાં ભાગ લીધો હતો. જેમાંથી મહારાષ્ટ્રની સંયુકતા કાલે 101.65 પોઇન્ટ સાથે પ્રથમ , મહારાષ્ટ્ની રિચા ચોરડીયા 99.15 પોઇન્ટ બીજા નંબરે અને જમ્મુ કાશ્મીરની સ્નેહા દેવાન 74.55 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી.
ક્લોઝિંગ સેરેમની યોજાઇ36મી નેશનલ ગેમ્સ ગુજરાતમાં યોજાઈ રહી છે. વડોદરાના સમ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પાંચ દિવસ માટે જીમ્નાસ્ટીક રમતો યોજવામાં આવી હતી. જેના આજે અંતિમ દિવસે રીધમ જીમ્નાસ્ટિક મહિલા ખેલાડીઓએ પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર (Commissioner of Police Vadodara) ડો.સમશેરસિંહ, સ્થાઈ અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ સાથે કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. ટોપ ત્રણમાં સ્થાન મેળવનાર ખેલાડીઓને મેડલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.