નવી દિલ્હી :ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર 'સર જાડેજા' એટલે કે રવિન્દ્ર જાડેજા આજે (17 એપ્રિલ) તેમની 7મી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની રીવાબા સાથેનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે પત્ની રીવાબા જાડેજા સાથે જોવા મળી રહ્યો છે. તેમની સામે ટેબલ પર એક કેક અને કલગી પણ રાખવામાં આવી છે. આ પોસ્ટ પર જાડેજાએ ખૂબ જ સુંદર કેપ્શન આપ્યું છે. જાડેજાએ લખ્યું, 'ભાગીદારી સારી રીતે ચાલી રહી છે... હજુ લાંબી મજલ કાપવાની છે.. 7મી વર્ષગાંઠ'.
આ પણ વાંચો :CSK vs RCB Match Preview : ચેન્નાઈ અને બેંગ્લોર આજે ટકરાશે, ધોનીની રમત પર સસ્પેન્સ યથાવત્
લગ્ન 7 એપ્રિલ 2016ના રોજ થયા હતા :જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજા અને રીવા સોલંકી IPL સીઝનની વચ્ચે 17 એપ્રિલ 2016ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંન્નેએ રાજકોટમાં ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. જાડેજાએ તેના પરિવારની પસંદગીની છોકરી સાથે લગ્ન કર્યા હતા. બંન્નેને એક બાળકી પણ છે જેનું નામ નિધ્યાના જાડેજા છે. લગ્ન સમયે રીવા સોલંકી વ્યવસાયે એન્જિનિયર હતી, પરંતુ રાજકારણમાં રસ હોવાથી તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ હતી.