રાજકોટમહાનગરપાલિકા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં છેલ્લા પાંચેક વર્ષથી પ્રેક્ટિસ કરતી મુસ્કાન કુરેશી અને રૂતુ ધીંગાણી સામાન્ય પરિવારમાંથી આવે છે. જેમાં તેઓએ સ્વપ્નેય વિચાર્યું ન હતું કે ભવિષ્યમાં તેઓ ગુજરાત વતી નેશનલ ગેમ્સમાં ભાગ લેશે. પોતાના આ સ્વપ્ન પૂર્ણ થવાની સાથોસાથ તેમના કોચ મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ કરતી મુસ્કાન કુરેશી અને ઋતુ ધીંગાણી અમ્પાયરિંગ માટે પણ પ્રેક્ટિસ કરતા હતા. જેથી હોકી ફેડરેશન દ્વારા અમ્પાયરિંગ માટે લેવાતી પરીક્ષામાં તે પાસ થયા હતા. ખેલો ઇન્ડિયા 2022માં દિલ્હી ખાતે અમ્પાયરિંગ માટે પસંદગી કરવામાં આવી છે.
મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ કરતી મુસ્કાન કુરેશી અને ઋતુ ધીંગાણી અમ્પાયરિંગ માટે પણ પ્રેક્ટિસ કરતા હતા. વડાપ્રધાનનો આભાર માન્યોહાલ રાજકોટમાં આગામી નેશનલ ગેમ્સને અનુલક્ષીને કેમ્પનો પ્રારંભ પૂર્વે પ્રેક્ટિસ દરમિયાન મુસ્કાન આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ આગળ વધારવાની મહેચ્છા ધરાવે છે. જેમાં તેણીના હોકી પ્લેયર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવામાં રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ સહીતની પ્રવૃત્તિને બિરદાવી વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
પરિવારમાંથી પ્રોત્સાહનઆ સાથે અન્ય પસંદગી પામેલી ખેલાડી ઋતુ ધીંગાણી પણ રાજકોટ હોકી ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી આગળ જતા ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. રાજ્ય સરકારનો આભાર માનતા તેણી જણાવે છે કે, ગુજરાતમાં ક્રિકેટ ઉપરાંત અન્ય રમતો માટે યુવા પ્રતિભાઓ બહાર આવી રહી છે. જેમાં ખાસ કરીને મહિલા ખેલાડીઓને આગળ વધવા માટે પરિવારમાંથી પ્રોત્સાહન મળી રહ્યું છે. દિલ્હીમાં અમ્પાયરિંગ તરીકે પસંદગી ( Selected for Umpiring Hockey Tournament Delhi) પામતા અન્ય મહિલા ખેલાડી માટે રોલ મોડલ બન્યાનો આત્મસંતોષ તેણીએ વ્યક્ત કર્યો હતો.
મહેશ દિવેચાના માર્ગદર્શન હેઠળ કરતી મુસ્કાન કુરેશી અને ઋતુ ધીંગાણી અમ્પાયરિંગ માટે પણ પ્રેક્ટિસ કરતા હતા. 25 વર્ષથી હોકીનું કોચિંગઆ તકે રાજકોટ હોકી ગ્રાઉન્ડમાં કોચિંગ (Rajkot Hockey Ground Coaching ) આપતા મહેશ દિવેચા જણાવે છે કે, તેઓ છેલ્લા 25 વર્ષથી હોકીના ખેલાડીઓને કોચિંગ આપે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય સરકારના પ્રયાસોથી રમતગમત ક્ષેત્રે યુવા વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોકીનું ટર્ફ ગ્રાઉન્ડ (International Hockey Tough Ground Rajkot) મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરતા અનેક રમતોનું આયોજન શક્ય બન્યું છે. આ સાથે ખેલાડીઓને વિશ્વ કક્ષાના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
ખેલાડીઓ માટે જમવાની સુંદર વ્યવસ્થા આગામી 10 સપ્ટેમ્બર 2022 થી 13 દિવસ માટે પ્રી નેશનલ હોકી કેમ્પનું (Pre National Hockey Camp) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ,અમદાવાદ,બરોડા, સુરત સહિતના જિલ્લામાંથી હોકી મહિલા ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. હોકી ગ્રાઉન્ડમાં તેઓએ પ્રેક્ટિસ કરી હતી, ત્યારે આહિયા ખેલાડીઓ માટે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ એક્સપોર્ટ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે જેનો તમામ ખેલાડી લાભ લઈ ગુજરાતનું નામ રોશન કરીશે.
ફિઝિયોથેરાપીસ્ટ તરીકે કામગીરી કરવા માંગે છેબરોડા SSGમાં પ્રેક્ટિસ કરતી પ્રાચી ફિઝ્યોથેરાપીનો અભ્યાસ કરે છે. ભવિષ્યમાં હોકી ટીમમાં કારકિર્દી સાથોસાથ હોકી તેઓ ફિઝિયોથેરાપીસ્ટ તરીકે પણ તે કામગીરી કરવા માંગે છે. રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં (Major Dhyan Chand Hockey Ground Rajkot) ગુજરાત વતી નેશનલ ગેમ્સ રમવાના સ્વપ્ન સાથે મહિલાઓ ઉત્સાહભેર પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે.