નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કોવિદ-19ની લડાઈ માટે સ્વૈચ્છીક રીતે 52 લાખ રુપિયા દાનમાં આપવાની જાહેરાત કરી છે. જે પૈકી 31 લાખ પ્રધાનમંત્રી રાહત ફંડ અને 21 લાખ ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવશે.
કોવિદ -19ને હરાવવા ક્રિકેટર સુરેશ રૈનાએ કર્યુ 52 લાખનું દાન - સુરેશ રૈના
દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ સામેની લડાઈમાં સુરેશ રૈનાએ 52 લાખનું દાન આપી પોતાનું યોગદાન આપ્યુ છે.
કોવિદ -19 ને હરાવવા ક્રિકેટર સુરેશ રૈનાએ કર્યુ 52 લાખનું દાન
આ અંગે તેમણે ઈન્સ્ટાગ્રામ પર અન્ય લોકોને પણ યોગદાન આપવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી હતી.
રૈનાની પહેલા સચિન તેંદુલકરે 50 લાખ ઉપરાંત BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, પીવી.સિંધુ, ગૌતમ ગંભીરે પણ કોરોના વાઈરસ સામેની લડતમાં યોગદાન આપવાની જાહેરાત કરી છે.