ગુજરાત

gujarat

ETV Bharat / sports

Khelo India 2020: ગોલ્ડન ગર્લ પ્રિંયકા સાથે ETVની ખાસ વાતચીત - ખેલો ઈન્ડિયા 2020 ન્યૂઝ

ગુવાહાટી: ખેલો ઈન્ડિયા 2020માં શાનદાર પ્રદર્શન કરનારી જિમ્નેસ્ટિક ખેલાડી પ્રિયંકા દાસગુપ્તાએ એક વધુ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રિયંકાના ગોલ્ડ મેડલની સંખ્યા 4 સુધી પહોંચી છે. પ્રિયંકા દાસગુપ્તાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. પ્રિયંકાએ કહ્યું કે, દીપા કરમાકરને પોતાની આદર્શ માને છે.

Priyanka
પ્રિંયકા

By

Published : Jan 16, 2020, 1:37 PM IST

ત્રિપુરાની રહેવાસી 15 વર્ષીય પ્રિયંકા દાસગુપ્તાએ મહિલાઓની અંડર-17 ઓલ રાઉન્ડમાં 42.60 અંકની સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે. ગત વર્ષે ગોલ્ડ મેડલ જીતનારી પશ્વિમ બંગાળની પ્રોતિશ્તા સમંતાએ 12.05નો સ્કોર કર્યો હતો.

ગોલ્ડન ગર્લ પ્રિંયકાની ETV સાથે ખાસ વાતચીત

પ્રિયંકા દાસગુપ્તાએ અગરતલામાં વિવેકાનંદ વ્યામગરમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રિયંકા ગત વર્ષે પુણેમાં ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં 0.05 અંકથી પોડિયમ જીતી ચૂંકી છે. મેડલ જીત્યા બાદ પ્રિંયકાએ કહ્યું કે, મારી માતાએ મને બાળપણમાં જિમ્નેસ્ટિક રમતા શીખવાડ્યું હતું. જેથી આ રમતમાં રસ દાખવું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ગત વખત કરતા સારું પ્રદર્શન કરી ખુશ છું.

સોમા નંદી પ્રિયંકાની કોચ

પ્રિયંકા ઓલિમ્પિયન દીપા કરમાકરને પોતાની આદર્શ માને છે અને દીદી કરીને બોલાવે છે. યુવા ખેલાડીએ કહ્યું કે, દીદીને ઓલિમ્પિકમાં જોઇને બહું જ ખુશ થઇ હતી. દીપા કરમાકરને જોઇને મારું સપનું હતું કે, હું પણ દેશ માટે અંતરરાષ્ટ્રીય રમત રમું અને દીદીને જેમ મેડલ જીતીને દેશનું નામ રોશન કરું.

ABOUT THE AUTHOR

...view details