ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટોક્યો ઓલ્મિપિકને મોકૂફ રાખવાનો નિર્ણય યોગ્ય: મેરી કોમ - Postponement of Tokyo Olympics

મુક્કાબાજીમાં છ વાર વિશ્વ વિજેતા બનનાર મહિલા ખેલાડીએ ટોક્યો ઓલ્મિપિકને મોકૂફ રાખવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આ સાથે તેણે દરેક નાગરિકને ઘરમાં રહેવાની અપીલ કરી છે.

a
ટોક્યો ઓલ્મિપિકને મોકૂફ રાખવાનો નિર્ણય યોગ્ય- મેરી કોમ

By

Published : Mar 25, 2020, 5:44 PM IST

નવી દિલ્હીઃ મહિલા ખેલાડી મેરી કોમે બુધવારે એક નિવેદનમાં ટોક્યો ઓલ્મિપિકને મૂલતવી રાખવાના નિર્ણયનું સ્વાગત કર્યુ હતું. ટોક્યો ઓલ્મિપિકને 2021માં રમાડવાના ઈન્ટરનેશનલ ઓલ્મિપિક કમિટિનો નિર્ણય યોગ્ય હોવાનું મેરી કોમે જણાવ્યું હતું.

ટોક્યો ઓલ્મિપિકને મોકૂફ રાખવાનો નિર્ણય યોગ્ય- મેરી કોમ

તેણે કહ્યું હતું કે, આ નિર્ણય દરેક વ્યક્તિ માટે સારો છે. રમતની સાથે સાથે જીંદગી પણ મૂલ્યવાન અને મહત્વની છે. તેણે ઉમેર્યુ હતુ કે, કોવિદ-19 નાની વાત નથી. તેને હળવાશથી ન લેવી, દરેક નાગરિકે આ સમયગાળા દરમિયાન પોતાના ઘરમાં જ રહેવું જોઈએ.

ટોક્યો ઓલ્મિપિકને મોકૂફ રાખવાનો નિર્ણય યોગ્ય- મેરી કોમ

તેણે સ્પિરીટ દર્શાવતા કહ્યું હતું કે, આપણી તાલીમને કંઈ નથી થવાનું. ભવિષ્યમાં પણ આપણે તે જાળવી રાખીશું. નાના- મોટા તમામ કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. જેથી ઓલ્મિપિક રદ કરવાનો નિર્ણય પણ સારો છે.

ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલ્મિપિક 24 જુલાઈથી શરુ થવાનું હતું. જાપાનના વડાપ્રધાન શિન્જો આબેના કહેવાથી તેને મોકૂફ રખાયો છે.

ABOUT THE AUTHOR

...view details