ગુજરાત

gujarat

ETV Bharat / sports

આગામી અઠવાડિયે ઑલ્મ્પિકની નવી તારીખ જાહેર થઇ શકે છે - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

યોશિરો મોરીએ કહ્યું કે, 2021માં યોજાનારા ઓલ્મ્પિક રમત જૂનથી સપ્ટેમ્બર વચ્ચે રમાઇ શકે છે.

Etv Bharat, Gujarati News, Corona News, Tokyo Olympic 2020
Tokyo Olympic 2020

By

Published : Mar 29, 2020, 9:10 AM IST

ટોક્યો: ટોક્યો ઓલ્મ્પિક આયોજન સમિતિના અધ્યક્ષ યોશિરો મોરીએ શનિવારે કહ્યું કે, સ્થગિત કરાયેલા ઓલ્મ્પિક રમતોની નવી તારીખોની જાહેરાત આવતા અઠવાડિયે થઇ શકે છે.

મોરીએ ટેલીવિઝન પર એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 2021માં યોજાનારી ઓલ્મ્પિક રમત જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે યોજાઇ શકે છે.

મોરીએ વધુમાં કહ્યું કે, હું આવતા સપ્તાહના અંત સુધીમાં અમારા વિચાર કર્યા બાદ જ કંઇક કહી શકીશ.

મોરીએ 33 આતંરરાષ્ટ્રીય ખેલ મહાસંઘોને પત્ર લખીને કહ્યું કે, રમતને સ્થાપિત કરવા પાછળ થનારા અતિરિક્ત ખર્ચને ટાળી શકાય તેમ નથી અને તેમાંથી નીકળવું એક મોટી ચેતવણી છે.

તેમણે એમ પણ કહ્યું કે, આ ખર્ચ કોણ કરશે તે નક્કી કરવું પણ એક મોટી ચેતવણી છે. આ પત્ર આંતરરાષ્ટ્રીય ઓલ્મ્પિક સમિતિ (આઇઓસી)ની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.

આઇઓસી અને જાપાન સરકારે કોરોના વાઇરસને લીધે મળીને આ વર્ષે યોજાનારા ઓલ્મ્પિક રમતને એક વર્ષ માટે રદ કરવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, કોરોના વાઇરસની મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 28 હજારથી વધુ લોકોના જીવ ગયા છે અને 6 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત જણાવવામાં આવી રહ્યા છે. આ મહામારીના કહેરને લીધે જ દુનિયામાં રમત ટૂર્નામેન્ટ સ્થગિત અને રદ કરવાનો સિલસિલો યથાવત છે. ઓલ્મ્પિક 2020 પણ તેના પ્રભાવને જોઇને 2021 સુધી સ્થગિત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details