- ભારતની સ્ટાર મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક
- સાક્ષી મલિકે 2016માં રિયો ઓલંપિકમાં બ્રોન્ઝ જીત્યો
નવી દિલ્હી: ભારત માટે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ કુસ્તીબાજ સાક્ષી મલિકે બેડમિંટન સ્ટાર પીવી સિંધુ સાથે રિયો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતવા પાછળની વાર્તા શેર કરી છે. સિંધુના શોમાં મલિકે કહ્યું હતું કે, રિયો ઓલિમ્પિક્સ 2016 પહેલા ત્રણ મહિનાની મહેનત તેમના માટે ખૂબ મહત્વની સાબિત થઈ હતી.
સાક્ષીને હતો જીતનો વિશ્વાસ
સાક્ષીએ કહ્યું કે, "રિયો પહેલા અમે ત્રણ મહિના વિદેશમાં મેહનત કર્યું હતું. અમે જુદા-જુદા દેશોના પાર્ટનર્સ સાથે તાલીમ લીધી હતી. હું વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારા ખેલાડીઓ સામે લડી હતી." તેમણે કહ્યું કે, "આ સમયગાળા દરમિયાન મેં ઘણી તકનીકો શીખી અને તે મારી સહાયતા માટે કામ આવ્યું. તે કેમ્પે મને જરૂરી એક્સપોઝર આપ્યો અને આ આધારે હું ઓલિમ્પિક મેડલ જીતવા સક્ષમ બની."
સાક્ષીનો સામનો કિગ્રિસ્તાનની અઇસુલૂ ટી સાથે
રિપેચેજ રાઉન્ડમાં સાક્ષી કિગ્રિસ્તાનની અઇસુલૂ ટી સામે 0-5થી પાછળ ચાલી રહી હતી, પરંતુ પાછળથી તે 8-5થી આગળ વધીને તેણે જીત મેળવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, તે પાછળ ચાલી રહી હતી પરતું મને ગેમમાં વાપસી અંગે વિશ્વાસ હતો."