ગુજરાત

gujarat

ETV Bharat / sports

હેલિકોપ્ટર દુર્ઘટનામાં બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટનું અવસાન, આવી કંઈક હતી જીવનયાત્રા... - નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન

બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટ કરિયરમાં ઘણી સફળતાઓ મેળવી હતી. બ્રાયન્ટે અમેરિકા માટે ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. કોબીનું (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન) NBA કરિયરમાં 33,643 પોઈન્ટ્સની સાથે સમાપ્ત થયું હતું.

NBA
હેલિકોપ્ટર

By

Published : Jan 27, 2020, 5:19 PM IST

હૈદરાબાદ: બોસ્કેટબોલ ફેન્સ માટે માનવું મુશ્કેલ છે કે, વિશ્વના સર્વશ્રેષ્ઠ બાસ્કેટબોલ ખિલાડીઓમાંથી એક કોબી બ્રાયન્ટનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. બ્રાયન્ટની સરખામણી મહાન ખેલાડી માઇકલ જોડન સાથે કરવામાં આવે છે.

કોબી બ્રાયન્ટ

અમેરિકાના કોલિફોર્નિયામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોબી બ્રાયન્ટ અને તેમની પુત્રી ગિયાનનું અવસાન થયું છે. આ દુર્ઘટનામાં કોબી સહિત 9 લોકોના મોત થયા છે. મળતી વિગતો પ્રમાણે કોબીનું આ પ્રાઇવેટ હેલિકોપ્ટર હતું. તેમનું હેલિકોપ્ટર જેવું કેલાબેસસ શહેરની ઉપરથી પાસર થયું અને તેમાં આગ લાગતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

કોબી બ્રાયન્ટ

કોબી બ્રાયન્ટે 20 વર્ષના કરિયરમાં ઘણી સફળતાઓ મેળવી હતી. બ્રાયન્ટે નેશનલ બોસ્કેટબોલ એસોસિએશનના તરફથી રમતા 5 ચેમ્પિયનશીપ પોતાના નામે કરી હતી. 18 વખત તેમની ઓલ સ્ટાર માટે નોમિટેડ થયા હતા. વર્ષ 2016માં NBAના ત્રીજા સૌથી મોટા ઓલ ટાઇમ સ્કોરર તરીકે રિટાયર્ડ થયા હતા. કોબી બ્રાયન્ટે 2008 અને 2012 ઓલિમ્પિકમા US ટીમ માટે 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

કોબી બ્રાયન્ટ

વર્ષ 2008માં બ્લેક માંબાના નામથી પ્રખ્યાત કોબી બ્રાયન્ટે NBA (નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન)માં પ્લેયર એવોર્ડ જીત્યો હતો. 23 ઓગસ્ટ 1978માં જન્મેલા હાઇસ્કૂલમાંથી સીધા NBA પહોંચ્યા હતા. કોબી 17 વર્ષે વિશ્વના સૌથી યુવા NBA ખિલાડી બન્યા હતા.

કોબી બ્રાયન્ટ

કોબીએ અમેરિકામાં બે ઓલિમ્પિકમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. બ્રાયન્ટે 2008 અને 2012મા US મેંસ બાસ્કેટબોલ ટીમના તરફ રમતા ગોલ્ડ મેડલ જીત્યો હતો. 22 જાન્યુઆરી 2006એ બ્રાયન્ટે ટોરેટોની વિરૂદ્ધ 81 પોઈન્ટ્સ સ્કોર કર્યો હતો. અને 122-104થી જીત મેળવી હતી.

વર્ષ 2016માં પોતાની કરિયરમાં બ્રાયન્ટે છેલ્લી મેચમાં 50 શોટ્સ રમીને 60 પોઇન્ટ મેળવ્યા હતા. તેમના આ પ્રદર્શનથી લેકર્સના ઉટાહ જૈસને હરાવ્યો હતો. કોબીનું NBA કરિયરમાં 33,643 પોઈન્ટ્સની સાથે સમાપ્ત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details