હૈદરાબાદઃ સોમવારે ખેલ મંત્રાલયે પોતાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમમાં પ્રેક્ટિસ ફરી શરૂ કરવાની મંજૂરી આપી હતી. કોરોના વાઇરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કામાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સ્ટેડિયમ ખોલવાની મંજૂરી આપી હતી, જે બાદ ખેલ મંત્રાલયે પણ આ જ નિર્ણય લીધો છે.
ખેલ પ્રધાન કિરેન રિજિજુએ ટ્વિટ કરીને કહ્યું કે ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકાનુ સખ્તાઇથી પાલન કરીને રમત-ગમત સંકુલ અને સ્ટેડિયમમાં રમત-ગમત પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે, પરંતુ જીમ અને સ્વિમિંગ પુલ હજુ પણ બંધ રહેશે.