નવી દિલ્હીઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક 2024નું (Paris 2024 Olympic) આયોજન થશે. તેનો કાર્યક્રમ (Paris 2024 Olympic Games schedule) 1લી ઓગસ્ટથી શરૂ થઈને 11મી ઓગસ્ટ સુધી ચાલશે. પેરિસે આ મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્લ્ડ એથ્લેટિક્સ નીરજ ચોપરાએ પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સનું શેડ્યૂલ જાહેર કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારત માત્ર એક જ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં ભારત માટે આ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
43 ઇવેન્ટ્સ યોજાશે:ઓલિમ્પિક્સ (2024 Paris 2024 Olympics) માં 11 સ્પર્ધાત્મક દિવસોમાં 43 ઇવેન્ટ્સ યોજાશે. તેની પ્રથમ ઇવેન્ટ 1 ઓગસ્ટના રોજ પુરુષો અને મહિલાઓની 20 કિમીની દોડ સાથે શરૂ થશે. પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સ 11 ઓગસ્ટના રોજ મહિલા મેરેથોન સાથે સમાપ્ત થશે. પેરિસમાં 2024 ઓલિમ્પિકમાં સ્ટેડિયમની અંદર 43 ઇવેન્ટ્સની તમામ ફાઇનલ સાંજની સિઝનમાં યોજાશે. આ ઉપરાંત સવારની સિઝનમાં ચાર અલગ-અલગ દિવસે પાંચ રોડ ઈવેન્ટ્સ યોજાશે.
આ પણ વાંચો: ICC ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગમાં ભારતને ટક્કર આપવા માટે પાકિસ્તાન નંબર 2 પર પહોંચી ગયુ