નવી દિલ્હી:ઓલિમ્પિક અને વર્લ્ડ કપ મેડલ વિજેતા ટીમનો હિસ્સો રહેલા હોકી ખેલાડી વરિન્દર સિંહનું (World Cup medallist Varinder Singh) મંગળવારે સવારે જાલંધરમાં અવસાન થયું. 1970ના દાયકામાં ભારતની ઘણી યાદગાર જીતનો ભાગ બનેલા વરિન્દરની ઉંમર 75 વર્ષની હતી.
આ પણ વાંચો:શું કોહલી ટેસ્ટ ટીમનું 'વિરાટ' નેતૃત્વ કરવા તૈયાર છે? કોચે આપ્યો જવાબ
સિલ્વર મેડલ જીત્યો:ભૂતપૂર્વ ભારતીય હોકી ખેલાડી અને 1970 ના દાયકાના શ્રેષ્ઠ રાઈટ-હાફ ભારતીય ખેલાડીઓમાંના એક વરિન્દર સિંહે મંગળવારે સવારે જલંધરમાં અંતિમ શ્વાસ લીધા. વરિન્દરની ઉંમર 75 વર્ષની હતી. તેમનો જન્મ 16 મે, 1947ના રોજ પંજાબના જલંધર નજીક ધનોવલી ગામમાં થયો હતો. વરિન્દર એ ભારતીય ટીમનો પણ ભાગ હતા, જેણે 1972 મ્યુનિક ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ (bronze medal-winning) અને એમ્સ્ટરડમમાં 1973 વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ (silver medal) જીત્યો હતો. વરિન્દર સાથેની ટીમે 1974 અને 1978 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ પણ જીત્યા હતા. 1975ના મોન્ટ્રીયલ ઓલિમ્પિકમાં પણ તેને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ભારતીય કેપ્ટન રોહિત શર્મા થયા કોરોના પોઝિટિવ
વરિન્દર સિંહની સિદ્ધિને યાદ રાખશે:સુરજીત હોકી એકેડમી, જલંધરના કોચ અવતાર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય હોકી અને પંજાબ હોકી માટે આ એક મોટું નુકસાન છે. વરિન્દર સિંઘ 1970 ના દાયકામાં કૃષ્ણમૂર્તિ પેરુમલ સાથે દેશના શ્રેષ્ઠ રાઈટ-હાફમાંના એક હતા અને જ્યારે તેઓ નિવૃત્ત થયા પછી તેમણે ખાતરી કરી કે તેઓ કોચિંગ દ્વારા રમતના સંપર્કમાં રહશે. પંજાબ અને સિંધ બેંક હોકી ટીમને આઠ વર્ષથી વધુ સમય સુધી કોચિંગ આપ્યા પછી, તેણે 2008 થી પંજાબ રમતગમત વિભાગ સાથે કોચ તરીકે કામ કર્યું અને ગયા વર્ષે એક ખાનગી એકેડેમીમાં જોડાયા હતા. વરિન્દરને 2007માં પ્રતિષ્ઠિત ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી (Dhyan Chand Lifetime Achievement Award) પણ નવાજવામાં આવ્યો હતો. હોકી ઈન્ડિયાએ વરિન્દરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હોકી ઈન્ડિયાએ એક રિલીઝમાં કહ્યું કે, વિશ્વભરમાં હોકી સમુદાય વરિન્દર સિંહની સિદ્ધિને (Varinder Singh's achievements) યાદ રાખશે.