નવી દિલ્હીઃ ચીનના ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન સ્વિમર સુન યાંગ પર સ્પોર્ટસ આર્બિટ્રેશન(સીએએસ) દ્રારા ડોપિંગ સ્વીકારવા બદલ 8 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. સ્વિમિંગની સંચાલક મંડળ ફિનાએ તેના પરથી ડોપિંગના આરોપોને નકાર્યા હતા. જેના વિરૂદ્ધ વિશ્વ એન્ટી ડોપિંગ એજન્સીએ અપીલ કરી હતી, જેને સ્પોર્ટસ ટ્રિબ્યુનલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતુ.
ઓલમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ તરવૈયા સુન યાંગ પર લાગ્યો 8 વર્ષનો પ્રતિબંધ - પ્રતિબંધ
ચીનના દિગ્ગજ તરવૈયો સુન યાંગ પર ડોંપિંગ મામલે 8 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સ્પોર્ટસ આર્બિટ્રેશન(સીએએસ) દ્રારા ડોપિંગ સ્વીકારવા બદલ તેના પર આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સુન પર લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ ટોક્યોમાં યોજાનાર ઓલમ્પિક ગેમ્સમાં 200 મીટર ફ્રી સ્ટાઇલ ખિતાબનો બચાવ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પ્રતિબંધથી તેમની કારકિર્દી પણ સમાપ્ત થઈ જશે. સુન પર આરોપ લગાવાયો છે કે, તેણે સપ્મ્ટેબર 2018મા પોતાના ઘરમાં ફિના ડ્રગ-ટેસ્ટર્સની ટીમની સાથે મળીને તેમની લોહીની શીશીઓને નષ્ટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 28 વર્ષીય સુન અને તેની માતાએ ફિના ટીમને નમૂના લેવાની કાર્યવાહીમાં અડચણ ઊંભી કરી હતી, કારણ કે, તેમને લાગ્યું હતું કે, ડ્રગ-ટેસ્ટરો માન્ય નથી અથવા યોગ્ય નથી. સુન પર આ પહેલા પર 3 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો.