- ભારતના રત્નો તહેવારો દરમિયાન સતર્કતા જાળવવા પ્રેરણા આપશે
- ટોક્યો પેરાલિમ્પિયન્સમાં ભાગ લેનારા અનેક ખેલાડીઓ અભિયાનમાં જોડાયા
- ખેલાડીઓએ પડકારોનો સામનો કરીને સફળતા હાંસલ કરીઃ આરોગ્ય મંત્રાલય
નવી દિલ્હી: ટોક્યોમાં ઇતિહાસ રચનાર ભારતના બરછી ફેંકમાં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા, પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા શૂટર અવની લેખારા સહિત અન્ય લોકોને આરોગ્ય અને સ્વચ્છતા પ્રોટોકોલનું પાલન કરવા પ્રેરણા આપશે. આ ભારતના રત્નો દેશના નાગરિકોને તહેવારો દરમિયાન સતર્કતા જાળવવા પ્રેરણા સ્વરુપ બનશે.
18 વર્ષથી ઉંમર વધુ હોય તો કોરોનાની રસી લેવાનો આગ્રહ રોખવોઃ ઓલિમ્પિયન ખેલાડીઓ
ભારતના ઇતિહાસ રચનારોઓ પ્રેરણા આપતા કહ્યું કે, છ ફૂટનું અંતર જાળવવું, માસ્ક પહેરવું અને જો તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોય તો કોરોનાની રસી લેવાનો આગ્રહ રોખવો જોઈએ. મુશ્કેલીઓનો ડહાપણપૂર્વક સામનો કરવો અને ઉકેલ શોધવો એ આપણી જવાબદારી છે. ભારતના ટોક્યો પેરાલિમ્પિયન્સમાં ભાગ લેનારા હાઇ જમ્પર પ્રવીણ કુમાર, તીરંદાજ હરવિંદર સિંહ, ડિસ્ક થ્રોવર યોગેશ કથુનિયા, બેડમિન્ટન ખેલાડી મનોજ સરકાર અને ક્લબ થ્રો ફાઇનલિસ્ટ એકતા આ અભિયાનનો ભાગ છે.