નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાઇફલ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનઆરએઆઈ)એ દેશના સર્વોચ્ચ રમત-ગમત એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મહિલા રાઇફલ શૂટર અંજુમ મોડગિલનું નામ મોકલવાનો નિર્ણય લીધો છે.
OFFICIAL: અંજુમ મોડગિલ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે નામાંકિત - NRAI
એનઆરએઆઈએ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે અંજુમ મોડગિલનું નામ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત દ્રોણાચાર્ય એવોર્ડ માટે કોચ જસપાલ રાણાને નામાંકિત કરવામાં આવ્યાં છે.
અંજુમ સિવાય સંઘે પિસ્તોલ શૂટર્સ મનુ ભાકર, સૌરવ ચૌધરી, ઇલાવેનિલ વાલાવીરન અને અભિષેક વર્માને અર્જુન એવોર્ડ માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. દ્રોણાચાર્ય એવોર્ડ માટે કોચ જસપાલ રાણાને નામાંકિત કરવામાં આવ્યાં છે.
NRAIના પ્રમુખ રણિન્દરસિંહે ગુરુવારે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, "અમારા શૂટર્સની છેલ્લી સીઝન લાજવાબ રહી છે અને તેથી જ અમને નામોની પસંદગી કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી." NRAIના સેક્રેટરી રાજીવ ભાટિયાએ કહ્યું કે, આ નામ ટૂંક સમયમાં ખેલ મંત્રાલયને મોકલવામાં આવશે.