રોમઃ ટેનિસના દિગ્ગજ ખેલાડી નોવાક જોકોવિચે (Tennis player Novak Djokovic) રવિવારે ઇટાલી ઓપનની ફાઇનલમાં સ્ટેફાનોસ સિત્સિપાસને (Stefanos Sitsipas) 6-0, 7-6થી હરાવીને છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું હતું. આ સાથે સર્બિયાના આ સ્ટાર ખેલાડીએ ફ્રેન્ચ ઓપન પહેલા શાનદાર લયમાં હોવાનો પુરાવો આપ્યો હતો. તે જ સમયે, વિશ્વની નંબર 1 ઇંગા સ્વિટેકે રવિવારે ફાઇનલમાં સાતમા ક્રમાંકિત ઓન્સ જબુરને 6-2, 6-2થી હરાવીને તેમનું ઇટાલિયન ઓપન ટાઇટલ જાળવી રાખ્યું અને સતત પાંચમું WTA ટૂર ટાઇટલ જીત્યું હતુ.
આ પણ વાંચો:ગુજરાતની દિકરીનો પેરાલિમ્પિકમાં ડંકો, ભાવિના ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચી
ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલ: તમને જણાવી દઈએ કે, જોકોવિચે આ પહેલા સેમિફાઈનલમાં કેસ્પર રુડને સીધા સેટમાં હરાવીને ઈટાલી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વિશ્વના નંબર 1 ખેલાડીએ રૂડે સામે 6-4, 6-3થી જીત મેળવીને કારકિર્દીની 1000મી જીત નોંધાવી હતી. જીમી કોનર્સ (1,274 જીત), રોજર ફેડરર (1,251), ઇવાન લેન્ડલ (1,068) અને રાફેલ નડાલ (1,051) પછી આ સિદ્ધિ મેળવનાર તે માત્ર પાંચમો પુરૂષ ખેલાડી છે.