ગુજરાત

gujarat

By

Published : Jun 15, 2021, 2:03 PM IST

ETV Bharat / sports

નિખિલ કામથે સ્વીકાર્યું કે, વિશ્વનાથન આનંદને હરાવવા માટે કરી હતી ચિટિંગ

વિશ્વનાથ આનંદ ચેસના ધૂરંધર ખેલાડી છે. જોકે, નિખિલ કામથે આનંદને કોવિડ-19 રાહત ચેરિટી મેચમાં હરાવી દીધા હતા. આ અંગે મળતા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કામથે જીતવા માટે રમતમાં ફેરફાર કર્યા હતા.

નિખિલ કામથે સ્વીકાર્યું કે, વિશ્વનાથન આનંદને હરાવવા માટે કરી હતી ચિટિંગ
નિખિલ કામથે સ્વીકાર્યું કે, વિશ્વનાથન આનંદને હરાવવા માટે કરી હતી ચિટિંગ

  • ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશનની મેચમાં થઈ ચિટિંગ
  • નિખિલ કામથે વિશ્વનાથ આનંદને મેચમાં હરાવ્યા
  • નિખિલે ચિટિંગ કરીને વિશ્વનાથને હરાવ્યા હોવાનું કબૂલ્યું

નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF)ના સચિવ ભરત ચૌહાણે કહ્યું હતું કે, જેરોધાના સહસંસ્થાપક નિખિલ કામથ દ્વારા ચેરિટી ચેસ મેચમાં 5 વખતના વિશ્વ ચેમ્પિયન આનંદ સામે અલગ અલગ વિકલ્પનો ઉપયોગ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે.

આ પણ વાંચો -કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા આણંદના જોય શાહને જયદીપસિંહજી એવોર્ડ એનાયત

કામથે જીતવા માટે રમતમાં ફેરફાર કર્યો હતો

કામથે આનંદને એક કોવિડ-19 રાહચ ચેરિટી મેચમાં હરાવ્યા હતા. જોકે, રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કામથે જીત મેળવવા માટે રમતમાં ફેરફાર કર્યો હતો. AICF સચિવે આ કામથ પગલાને ખોટો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, આવું ન થવું જોઈએ. ભરતે આ અંગે જણાવ્યું હતું કે, એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, એક ચેરિટી મેચ હતી. અમને આશા નહતી કે, કોઈ કમ્પ્યૂટરથી મદદ લઈ શકે છે. રાષ્ટ્રીય અને રાજ્ય સ્તર પર અમે પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ. અમે કેમેરા લગાવી રહ્યા છીએ કે જ્યાં ખેલાડી રમી રહ્યા છે અને એક નિષ્પક્ષ રમત સમિતિ પણ બનાવવામાં આવી છે, જેમાં ત્રણ ગ્રાન્ડ માસ્ટર અને 2 ખેલાડી સામેલ છે.

આ પણ વાંચો -રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં વિરપુરના વિદ્યાર્થીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

કમ્પ્યૂટરની મદદથી વિશ્વનાથને હરાવાયા

આ રમતમાં ફેરફાર સાથે જોડાયેલો રિપોર્ટ સામે આવ્યા બાદ કામથ પર પ્રતિબંધ લગાવવાની વાત કહેવામાં આવતી હતી. ત્યારબાદ કામથે ખુલાસો કર્યો હતો કે, તેમ તેમણે રમતનું વિશ્લેષણ કરવા માટે કેટલાક લોકો અને કમ્પ્યૂટરની મદદ લીધી હતી. તેમણે પોતાના મૂર્ખતાપૂર્ણ વ્યવહાર માટે માફી પણ માગી હતી. કામથે જણાવ્યું હતું કે, કાલે તે દિવસોમાંથી એક હતા જેનું મેં સપનું જોયું હતું. જ્યારે મે વિશ્વનાથ આનંદ સાથે વાતચીત કરવા માગતો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, આ હાસ્યાસ્પદ છે તે આટલા લોકો વિચારી રહ્યા હતા કે, મેં ચેસના મહાન ખેલાડીને હરાવી દીધા. AICFના સચિવના જણાવ્યાનુસાર, ચેસ સમુદાયની મદદ માટે ચેકમેડ કોવિડ કાર્યક્રમ શરૂ કરાયો છે અને માત્ર આનંદ નહીં પરંતુ અન્ય ઘણા ખેલાડી પણ આ ચેરિટી માટે રમ્યા છે.

ABOUT THE AUTHOR

...view details