લુઝાનઃઓલિમ્પિક ચેમ્પિયન જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે.લૌઝેન ડાયમંડ લીગ સ્ટેજનું ટાઇટલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો. આ સાથે તે 7 અને 8 સપ્ટેમ્બરે જ્યુરિચમાં ડાયમંડ લીગની ફાઇનલમાં પણ પહોંચી ગયો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય છે. તેણે હંગેરીના બુડાપેસ્ટમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાય કર્યું છે
નીરજ ચોપરાએ લૌઝેન ડાયમંડ લીગ 2022નું ટાઈટલ જીત્યું, વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય - લૌઝેન ડાયમંડ લીગ 2022
ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ડાયમંડ લીગ મીટના લૌઝેન સ્ટેજનું ટાઇટલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો.Lausanne diamond league 2022,Olympic Champion Niraj chopra
નીરજ ચોપરાએ લૌઝેન ડાયમંડ લીગ 2022નું ટાઈટલ જીત્યું, વિશ્વચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય કર્યુ
આ પણ વાંચોઃભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો રવિવારે રમાશે
ડાયમંડ ટાઈટલ લીગ જીતનાર પ્રથમ ભારતીયઃનીરજ ચોપરા એ આ ખિતાબ મેળવવા માટે પ્રથમ પ્રયાસમાં 89.08 મીટર બરછી ફેંકી હતી. આ તેની કારકિર્દીનો ત્રીજો શ્રેષ્ઠ પ્રયાસ છે. ઈજાના કારણે તે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. હરિયાણાના પાણીપતના રહેવાસી ચોપરા બન્યા છે. ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે.