ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટોક્યો ઓલિમ્પિક-2020ઃ નીરજ ચોપરા ક્વોલિફાય - ટોક્યો 2020

ઇજા બાદ પરત ફરેલા નીરજ ચોપરાએ 87.86 મીટરના થ્રો સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યુ હતું. નીરજને કોણીના ભાગે ઇજા થઇ હોવાથી તે બહાર હતો. આ પહેલા તેને જકાર્તા એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો.

નીરજ ચોપરા ટોક્યો 2020 માટે થયો ક્વોલિફાઇ
નીરજ ચોપરા ટોક્યો 2020 માટે થયો ક્વોલિફાઇ

By

Published : Jan 29, 2020, 11:05 AM IST

હૈદરાબાદ: 2020 ટોક્યો ગેમ્સમાં ભારતની નીરજ ચોપરાએ મંગળવારે દક્ષિણ આફ્રિકાના કેનેથ મેકઆર્થર સ્ટેડિયમમાં 87.86 મીટર થ્રો સાથે ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યુ છે. કોણીમાં થયેલી ઇજા બાદ નીરજ ચોપરાની આ પ્રથમ મેચ હતી.

ઇજામાં રહેલા નીરજ ચોપરા
રમેલી મેચના સ્કોરકાર્ડ

ભારતીય એથ્લેટ્સે ટ્વીટ કરતા કહ્યું કે, 'નીરજ ચોપરા #ટોક્યો 2020 માટે ક્વોલિફાય કર્યુ છે @ નીરજ_ચોપરાએ ટોક્યો 2020 ઓલિમ્પિક માટે સાઉથ આફ્રિકામાં 87.86 મીટર થ્રો સાથે ક્વોલિફાય કર્યુ છે. આ એથ્લેટમાં નીરજ સાથે અન્ય ચાર ખેલાડીઓ પણ સામેલ હતાં. જેમાં ભારતના રોહિત યાદવ પણ સામેલ હતાં. જેને 77.11 મીટર સાથે બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ ઉપરાંત અન્ય ત્રણ ભાગ લેનાર ફ્રાન્સના હતાં. નીરજે પોતાની છેલ્લી મેચ ગત ઓગષ્ટ 2018ના રોજ જકાર્તા એશિયન ગેમ્સમાં રમી હતી. જ્યાં નીરજે 88.06 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details