- ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતીને ઈતિહાસ રચનારને 'ખેલ રત્ન'થી સન્માનિત કર્યા
- નીરજ ચોપરા સહિત કુલ 11 ખેલાડીઓનો સમાવેશ થાય છે
- અર્જુન, દ્રોણાચાર્ય, મેજર ધ્યાનચંદ જેવા અનેક પુરસ્કાર આપવામાં આવ્યા
- શિખર ધવન સહિત 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
દિલ્હીઃ ખેલ મંત્રાલયે અશોકા હોટેલમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય રમત પુરસ્કાર(National Sports Awards)ના વિજેતાઓને ટ્રોફી આપી હતી. ટોક્યો ઓલિમ્પિક 2020(Tokyo Olympics2020)માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા(Neeraj Chopra) અને સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ દહિયા, ઓલિમ્પિક મેડલ વિજેતા બોક્સર લોવલિના બોર્ગોહેન, ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રી, મહિલા ક્રિકેટર મિતાલી રાજ, હોકી ગોલકીપર એસપીઆર સહિત કુલ 11 ખેલાડીઓનો દેશના સર્વોચ્ચ ખેલ સન્માન 'ખેલ રત્ન'થી(Khel Ratna) સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત વિજેતાઓને ટ્રોફી સાથે પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય રમત પુરસ્કાર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર આપવામાં આવે છે
જો કે, ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રાષ્ટ્રીય રમત પુરસ્કાર સમારોહ વર્ચ્યુઅલ રીતે યોજાયો હતો. રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિના રોજ રાષ્ટ્રીય રમત દિવસના અવસર પર આપવામાં આવે છે, પરંતુ આ વખતે 29 ઓગસ્ટની આસપાસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સને કારણે આપવામાં વિલંબ થયો.
કેન્દ્રીય રમતગમત પ્રધાન(Union Sports Minister) અનુરાગ ઠાકુરે ખેલાડીઓને આ સન્માન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ખેલ રત્ન ઉપરાંત અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર, મેજર ધ્યાનચંદ પુરસ્કાર, ટેન જિંગ નોર્ગે સાહસ પુરસ્કાર, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક પુરસ્કાર અને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આપવામાં આવી હતી.
19 મેડલ જીત્યા જે ઓલિમ્પિક-પેરાલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ છે
આ સિવાય ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં બે મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર મહિલા પેરા શૂટર અવની લેખારા સહિત 35 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ 35 ખેલાડીઓમાં(Arjuna Award Cricketer)શિખર ધવનનું નામ પણ સામેલ છે.
આ વર્ષે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ પ્રદર્શન કરીને ઐતિહાસિક પ્રદર્શન કર્યું અને 19 મેડલ જીત્યા જે ઓલિમ્પિક-પેરાલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ છે.