નવી દિલ્હીઃ કેન્દ્રિય રમત પ્રધાન કિરણ રિજિજૂએ રવિવારના રોજ દેશના બોક્સરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી અને તેમના વખાણ કરતા કહ્યું કે, ઓલમ્પિકમાં ભારત ટોપ-10માં લાવવા માટે બોક્સીંગ મહત્વનો ભાગ ભજવશે. આ વીડિયો કોન્ફરન્સમાં 140 બોક્સરોએ ભાગ લીધો હતો.
ઓલમ્પિકમાં ભારતને ટોપ 10માં લાવવા માટે બોક્સિગ મહત્વનો ભાગ ભજવશેઃ કિરણ રિજિજુ વધુમાં કહ્યું, મે પોતાના અધિકારીઓ સાથે વાત કરી. અમે જલ્દી તેના પર કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. મને લાગે છે કે, અમે પહેલા ખેલાડીઓની પ્રેક્ટિસ શરૂ કરાવવી જોઇએ જો ઓલમ્પિક માટે ક્વોલીફાઇ કરી ચુક્યા છે અને જે ક્વાલીફાયર કે બાકીની ચેમ્પિયનશિપમાં ભાગ લેવાના છે.
ઓલમ્પિકમાં ભારતને ટોપ 10માં લાવવા માટે બોક્સિગ મહત્વનો ભાગ ભજવશે અમે દરેક કોચિંગ સેન્ટર ખોલી નથી શકતા, એટલા માટે દરેક એથલીટને મંજૂરી આપશે. જૂનિયર કેમ્પને રાહ જોવી પડશે.
મહત્વનું છે કે, રમત પ્રધાન કિરણ રિજિજૂએ કહ્યું કે, 2028 ઓલમ્પિકમાં આપણે ટોપ-10માં રહેવું અમારૂ પહેલુ લક્ષ્ય છે, આ મુશ્કિલ જરૂર છે, પણ અસંભવ નથી અને સરકારએ તેને મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા છે.
રિજિજૂએ કહ્યું કે 2028 ઓલમ્પિક માટે દેશના સારા ખેલાડીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને લોકડાઉન પૂર્ણ થયા બાદ આ કાર્ય તેજી સાથે કરવામાં આવશે.