નવી દિલ્હી:ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ અલગ હોય છે, લાલ ગેંદની સામ બેટ્સમેનોનું ટકવું ખુબ મહત્વપૂર્ણ બની જાય છે, તો બોલિંગ માટે વિકેટ ઝડપવી કોઈ પડકારથી કમ નહીં હોય, બેટ્સમેન એક વખત સેટ થઈ ગયા બાદ સરળતાથી પોતાની વિકેટ ગુમાવવા દેતો નથી. એવામાં બોલિંગ માટે બેટ્સમેનને આઉટ કરવો જ એક મોટો પડકાર બની જાય છે. ટેસ્ટ ક્રિકેટમાં ખુબ ઓછા એવા બેટ્સમેન છે જેણે પોતાની કારકિર્દીમાં 500થી વધુ વિકેટ હાંસલ કરી છે. આજે અમે આપને એવા બોલર્સ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ.
ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના ઓફ સ્પિનર નાથન લિયોને રવિવારે પાકિસ્તાન સામે તેની 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. આવું કરનાર તે વિશ્વનો 8મો અને ઓસ્ટ્રેલિયાનો ત્રીજો બોલર બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. આ યાદીમાં એકમાત્ર ભારતીય બોલર અનિલ કુંબલેનો સમાવેશ થાય છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મુથૈયા મુરલીધરન *(શ્રીલંકા): 800 વિકેટ
શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા): 708 વિકેટ
જેમ્સ એન્ડરસન* (ઇંગ્લેન્ડ): વિકેટ 690
અનિલ કુંબલે (ભારત): 619 વિકેટ
સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ): 604 વિકેટ
ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા): 563 વિકેટ
કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ): 519
નાથન લિયોન* (ઓસ્ટ્રેલિયા): વિકેટ 501
ઓસ્ટ્રેલિયાનો દબદબો યથાવત: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ઓસ્ટ્રેલિયાના ત્રણ બોલરોનો સમાવેશ થાય છે. જેમાંથી 2 સ્પિન બોલર છે જ્યારે એક ફાસ્ટ બોલર છે. દિવંગત લેગ સ્પિનર શેન વોર્ને ઓસ્ટ્રેલિયા માટે 563 વિકેટ લીધી છે. જ્યારે ઓફ સ્પિનર નાથન લિયોન 500 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાનો બીજો સ્પિન બોલર છે. ઓસ્ટ્રેલિયા તરફથી ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ પણ 563 વિકેટ લીધી છે. તે ઓસ્ટ્રેલિયા તરફથી 500થી વધુ વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર છે.
ભારત પાસે પણ હશે તક: ટેસ્ટમાં 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં માત્ર અનિલ કુંબલેનું નામ સામેલ છે. અનિલ કુંબલેએ 132 ટેસ્ટ મેચોની 236 ઇનિંગ્સમાં 619 વિકેટ પોતાના નામે કરી છે. તે ભારત તરફથી 500 કે તેથી વધુ વિકેટ લેનાર એકમાત્ર બોલર છે. હવે આ યાદીને મજબૂત કરવાનું કામ રવિચંદ્રન અશ્વિન કરી શકે છે. તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી શકે છે.
અશ્વિન પાસે આશા: જો અશ્વિન આ પરાક્રમ કરશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં 500 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ભારતનો બીજો અને વિશ્વનો 9મો બોલર બની જશે. અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરવા માટે 11 વિકેટની જરૂર છે. જે તે દક્ષિણ આફ્રિકા સાથે આગામી 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પૂર્ણ કરી શકે છે.
- IPL 2024 AUCTION : ભારતના આ અનકેપ્ડ ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી શકે છે, જાણો તેમના નામ અને કારનામા
- હાર્દિક પંડ્યા બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન, રોહિત શર્માનું સ્થાન લેશે